ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં મોરબી રોડ ઉ5ર ગ્રીનલેન્ડ ચોકડી થી જૂના જકાતનાકા તરફ જતાં રાજકોટ મોરબી હાઇવે ઉ5ર આવેલ રેવન્યુ સર્વે નં. 75 પૈકીની સરકારી ખરાબાની જમીન ચો.મી. 4047 એટલે કે એક એકર જેટલી જમીન ઉ5ર છેલ્લા કેટલાંક સમયથી ગેરકાયદેસર દબાણો થઇ ગયા હતા
મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ.જે.ચાવડા તથા તેમની ટીમ દ્વારા આજરોજ સરકારી 5ડતર જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. જેમાં વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ સાડીનું કારખાનું, 4 ઓરડીઓ, ચા-પાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના 4 રૂમો, નર્સરી વિગેરે દૂર કરવામાં આવ્યા અને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.