ટ્રાફિક સમસ્યા હળવી કરવા ફરીથી સરવે
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક મળી
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે, ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ફરીથી ટ્રાફિક સરવે કરવાનો અને ફૂટપાથ પરના દબાણ દૂર કરવા ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં લેવાયો હતો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં બુધવારે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક મળી હતી, કમિશનર ભાર્ગવે ટ્રાફિક નિયમન માટે ભવિષ્યને ધ્યાનમાં લઇને રોડ એન્જિનિયરિંગ કરવા પર ખાસ ભાર મુક્યો હતો, આગામી વર્ષોમાં વાહનોની સંખ્યા અને વધારા મુજબ રોડની પહોળાઇ અને રોડ વચ્ચેના સર્કલની ડિઝાઇન તૈયાર કરવા મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચન કર્યું હતું.
- Advertisement -
ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મહાનગરપાલિકા હસ્તકના ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થા કરવા માટે વિચારણા કરવામાં આવી હતી તથા ફૂટપાથ પરના દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવાની પણ યોજના બનાવાઈ હતી. ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ઓટોમાઇઝેશન કરવાની કામગીરી વેગવંતી કરવામાં આવી છે,