આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા દેશ શ્રીલંકાની રાજનીતિમાં ઉથલ પાથલ મચી ગઈ છે. આ તમામની વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ફરાર થઈ ગયા છે.
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા દેશ શ્રીલંકાની રાજનીતિમાં ઉથલ પાથલ મચી ગઈ છે. આ તમામની વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ફરાર થઈ ગયા છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા માલદીવમાં ચાલ્યા છે. ઈમિગ્રેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજપક્ષે તેમની પત્ની અને બે અંગરક્ષક એંટોનોવ 32 સૈન્ય વિમાનમાં અન્ય ચાર યાત્રીઓ સવાર થઈને ભાગ્યા હતા. જેમણે શ્રીલંકાના મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ એરોપર્ટથી ઉડાન ભરી હતી. માલેમાં એરપોર્ટના એક અધિકારીએ કહ્યું હતું કે, માલદીવ પહોંચવા પર તેમણે પોલીસ સુરક્ષા અંતર્ગત તેમને એક ગુપ્ત જગ્યા પર રોકવામાં આવ્યા છે.
- Advertisement -
નેવીના એક ક્રાફ્ટમાં ભાગ્યા હોવાનું કહેવાયું
રાષ્ટ્રપતિને ધરપકડમાંથી છૂટ મળેલી છે. અને માનવામાં આવે છે કે, ધરપક઼ડમાં લેવાની સંભાવનાની વચ્ચે તેઓ દેશ છોડીને ચાલ્યા ગયા છે. રાજપક્ષેએ દેશ છોડવાની એક કોશિશ કરી હતી, પણ હવે ઈમિગ્રેશન અધિકારીઓ તરફથી વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઈમિગ્રેશન અધિકારીઓ વીઆઈપી સેવાઓથી હટી ગયા અને તેમને ભાર આપીને કહ્યું કે, રાષ્ટ્રપતિના સાર્વજનિક કાઉંટરમાંથી પસાર થવું પડશે, તેના માટે રાજપક્ષે તૈયાર નહોતા. ત્યાર બાદ તેમને એક નેવી પેટ્રોલ ક્રાફ્ટમાં દ્વિપ છોડવાનું વિચાર્યું.
આપને જણાવી દઈએ કે, હજારો પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસમાં ઘૂસ્યા હતા, પણ તે અગાઉ રાજપક્ષે પોતાના નિવાસ સ્થાન છોડીને નિકળી ગયા હતા, ત્યાર બાદ તેમના લોકેશન માટે અલગ અલગ ક્યાસ લગાવામાં આવી રહ્યા હતા.
- Advertisement -
Sri Lankan President, the first lady along with 2 bodyguards were subjected to full approval by Ministry of Defense for immigration, customs & other laws to fly to Maldives. Air Force aircraft was provided to them in early morning of July 13: Sri Lankan Air Force Media Director
— ANI (@ANI) July 13, 2022
આજે આપવું પડશે રાજીનામું
રાષ્ટ્રપતિના દેશ છોડીને જવાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે તેમની જાહેરાત અનુસાર આજે એટલે કે 13 જૂલાઈએ રાજીનામું આપવાનું છે. રાષ્ટ્રપતિ આવાસમાં પ્રદર્શનકારીઓ ઘુસ્યા બાદ રાજપક્ષેએ 13 જૂલાઈએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. હવે રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા હોવાના કારણે તેમના રાજીનામાને લઈને સવાલો થઈ રહ્યા છે. જો કે મંગળવારે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજપક્ષેએ ત્યાગપત્રમાં પોતાની સહી કરીને જ ભાગ્યા છે.