આગામી લોકસભા ચૂંટણી સમયે જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ પદ ખાલી
કૉંગ્રેસ મોવડી મંડળની ઉદાસીનતા ? કે પછી પ્રમુખ જવાબદારીના ડખ્ખા ?
- Advertisement -
જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ કાર્યકારી પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 2024ની લોકસભા ચૂંટણી આવી રહી છે એવા સમયે જૂનાગઢ મહાનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ પદ છેલ્લા એક વર્ષથી ખાલી પડયું છે હાલ તો જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક કૉંગ્રેસે ગુમાવી હતી ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારી શહેર કૉંગ્રેસ પ્રમુખ અમિત પટેલે રાજીનામુ આપ્યું હતું અને હાલ કૉંગ્રેસ પ્રવક્તાની ટીમમાં પ્રવક્તા તરીકે જવબદારી નિભાવી રહ્યા છે ત્યારે એક વર્ષ થયું હજુ સુધી શહેર કૉંગ્રેસ પ્રમુખની નિમણૂંક કરવામાં આવી નથી.
લોકસભા ચૂંટણીને થોડા મહિના બાકી રહ્યા છે એવા સમયે કૉંગ્રેસ માવડી મંડળ દ્વારા હજુ સુધી જૂનાગઢ શહેર કૉંગ્રેસ પ્રમુખની નિમણૂંક થઇ નથી ત્યારે કૉંગ્રેસ પ્રદેશ મોવડી મંડળની ઉદાસીનતા ? કે કૉંગ્રેસ પ્રમુખની જવબદારી સ્વીકારવાના ડખ્ખા તેવો કચવાટ કૉંગ્રેસ કાર્યકરો માંથી જોવા મળી રહ્યો છે બીજી તરફ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી પણ નજીક આવી રહી છે એવા સમયે પણ પ્રમુખ પદ ખાલી હોવાથી કૉંગ્રેસને મજબૂત કરવાનું કામગીરી ક્યારે સોંપાશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. જૂનાગઢ મહાનગર વિધાનસભા બેઠક મહત્વની મનાઈ છે ત્યારે છેલ્લા એક વર્ષથી કૉંગ્રેસ શહેર પ્રમુખની નિમણૂંક હજુ સુધી ન થતા કોંગી નેતાઓમાં ચર્ચા ઓ શરુ થઇ છે.શહેર પ્રમુખ પદ મહત્વનું હોય છે ત્યારે હજુ સુધી પ્રમુખ પદ ખાલી જોવા મળી રહ્યું છે.કૉંગ્રેસ પ્રદેશ અગ્રણીઓ ક્યારે જૂનાગઢ શહેર કૉંગ્રેસ પ્રમુખ પદની મહત્વની જવબદારી કોને સોંપાશે તેવો ગણગણાટ કૉંગ્રેસ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. જયારે જૂનાગઢ લોકસભાની ચૂંટણી અને મહાનગર પાલિકાની ચૂંટણી આગામી મહિનાઓમાં યોજાવાની છે તો બીજી તરફ વિસાવદર બેઠકની પણ ચૂંટણી યોજાવાની છે.ત્યારે જૂનાગઢ મહાનગર કૉંગ્રેસ પ્રમુખની હજુ સુધી કોઈને જાવદારી સોંપાઈ નથી એવામાં શું કૉંગ્રેસને ચૂંટણી જીતવાની કે ચૂંટણી જંગમાં એક સૈનિક તરીકે પ્રમુખ પદ આપવાની જવાબદારી ક્યારે નિભાવશે ? એવા સમયે જૂનાગઢ કૉંગ્રેસ પ્રમુખ પદ મહત્વનું નથી તેવું સમજીને પ્રમુખ પદની નિમણૂંક થતી નથી ?