11 લાખના મુદ્દામાલ સાથે 11 ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.6
પોરબંદર એલસીબી પી.આઇ આર.કે.કાંબરિયા તથા હેડ કોન્સ્ટેબલ ઉદય વરૂને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી ટીમે રાણાવાવ નજીક એક ખાનગી લકઝરી બસમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ભોદ ગામના પાટીયા પાસે આ બસ રોકવામાં આવી, જેમાં 9 ઇસમો જુગાર રમતા હતા અને બસના માલિક તથા ડ્રાઈવર જુગાર રમાડતા ઝડપાયા છે. આ દરોડામાં પકડાયેલા મુદ્દામાલમાં 52 ગંજીપતાના પાનાં, રોકડ રકમ રૂ. 2,14,400 અને આશરે રૂ. 9,00,000ની કિંમતની બસનો સમાવેશ થાય છે. કુલ રૂ. 11,14,400ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
- Advertisement -
આ ઓપરેશનમાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ ઘટમાળને ધ્યાનમાં રાખતા, પોરબંદર પોલીસે આગામી દિવસોમાં આવા ગેરકાયદે કાર્યો પર વધુ કાર્યવાહી કરવાની યોજના બનાવી છે.
પોલીસે પકડેલા આરોપીઓના નામ નીચે મુજબ છે
1. જીતેન્દ્ર પર્સોત્તમભાઇ ડેડાણીયા
2. રાહુલ ભુપતભાઇ વડાલીયા
3. કીરીટ શામજીભાઇ રાછડીયા
4. ગોવિંદ ગોરધનભાઈ ભુત
5. મનોજ ભુપતભાઇ મકવાણા
6. ડાયાલાલ કેશવજીભાઈ ભીમાણી
7. અનીલ ગંગદાસભાઈ કાલરીયા
8. મુકેશ પોપટભાઇ ગોહેલ
9. નીલેષ જેન્તીભાઇ કાલરીયા
10. ભરત ભોપાભાઇ રાકસીયા
11. અલ્પેશ મગનભાઈ વાછાણી