જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા સાથે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા નશામુક્તિ અભિયાન વેગવંતુ બનાવાયું
યુવાધનને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરવા નામી – અનામી કલાકારો પણ મેદાનમાં
- Advertisement -
50 હજાર જેટલા લોકો પરોક્ષ કે પ્રત્યક્ષ જોડાવાનો અંદાજ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર અને રાજ્યના ગૃહ મંત્રી દ્વારા રાજ્યના યુવાધનને નશીલા પદાર્થ માંથી મુક્તિ આપવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા એન પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા સાથે જિલ્લા પોલીસ પરિવાર દ્વારા નશામુક્તિ અભિયાનને વેગવંતુ બનાવા માટે આગામી તા.4 નવેમ્બરના રોજ રન ફોર જૂનાગઢનું આયોજન કરાયું છે તેમાં લોકોનો અપ્રતિમ પ્રતિસાદ મળી રહયો છે.
જૂનાગઢ પોલીસ પરિવાર દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ જંગનું અભિયાન શરુ કર્યું છે તેમાં હાલ 18 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને હજુ કરાવી રહ્યા છે ત્યારે અનેક નામી કલાકારોમાં રાજભા ગઢવી, કિંજલ દવે સહીત કલાકારો આ અભિયાનમાં જોડાવા અપીલ કરી રહ્યા છે આ રન ફોર જૂનાગઢના આયોજનમાં 5 કિમિ રન ફોર અને 10 કી.મી.માટે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ પરિવાર દ્વારા ટીશર્ટ સહીત અનેક રોકડ પુરસ્કાર સાથેના ઇનામો આપવાનું જાહેર કર્યું છે જેને જૂનાગઢ વાસીઓએ વધાવી લીધું છે અને ભારે ઉત્સાહ બતાવી રહ્યા છે.
જૂનાગઢના કૃષિ યુનિવર્સીટીથી 4 નવેમ્બરના સાંજે 5 વાગ્યાથી રન ફોર જૂનાગઢ કાર્યક્રમ યોજાશે અને રન ફોર રનના રૂટ પર 25 સ્ટેજ બનાવામાં આવશે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે નશામુક્ત અભિયાન બેનરો સાથે સાઇબર ક્રાઇમ અવરનેશ બાબતે જન જાગૃતિ માટેના બેનરો સાથે સમજણ આપવામાં આવશે જેમાં અનેક કલાકારો સાથે પોલીસ અધિકારી સહીતના સામાજિક સંસ્થાના લોકો જોડાશે.
સોશિયલ મીડિયામાં ‘રન ફોર જૂનાગઢ’ને અભૂતપૂર્વ સફળતા
જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા રન ફોર જૂનાગઢને સોશ્યલ મીડિયાના માધ્યમથી અનેક નામી કલાકારો દ્વારા નશા મુક્ત અભિયાનને વધાવી લીધો છે અને કલાકારો દ્વારા લોકોને જોડાવા અપીલ કરી રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર રન ફોર જૂનાગઢ છવાયું જોવા મળે છે તેની સાથે પોલીસ વિભાગ દ્વારા પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોમાં વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.