ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
વીરપુર જલારામના અશોકભાઈ છગનભાઈ વઘાસિયા નામના વ્યક્તિએ વીરપુર પોલીસમાં ગત દિવસે તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હવાની બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડી તેમજ આઇટી એક્ટ મુજબના ગુનામાં વીરપુર પોલીસે એક વ્યક્તિને શોધી કાઢ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં આ બાબતને લઈને વીરપુર પોલીસે હાલ સાગરભાઇ કાંતિભાઈ જોટંગિયા નામના અમરેલી જીલ્લાના સરભંડા ગામના એક ઈસમને દબોચી કાઢી આ મામલાની અંદર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વિરપુર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 318(4) તથા આઇ.ટી. એકટ કલમ 66(ડી) મુજબ ફરિયાદ દાખલ થયેલ હતી જેમા ફરીયાદી અશોકભાઈ વઘાસીયા સાથે ઓનલાઇન કુલ રૂ. 27,87,640/- ની ઠગાઇ કરેલ હોવાથી રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ જીલ્લાના પોલીસ અધીક્ષક હીમકર સિંહએ અત્રેના જીલ્લામાં સાયબર ક્રાઇમ અનુસંધાને બનાવો બનતા હોય જે રોકવા સારૂ સુચના આપેલ હોય જે આધારે જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ વીરપુર પોલીસના પીઆઈ એસ.જી.રાઠોડ તેમજ વીરપુર પોલીસના પો.હેડ.કોન્સ.વિજયભાઇ મહેશભાઇ,પો. હેડ કોન્સ. કૌશિકભાઇ જગદિશભાઇ,પો. હેડ કોન્સ.ધર્મેન્દ્રભાઇ વરજાંગભાઇ સહિતની ટીમ દ્વારા તપાસ સંભાળી હ્યુમન સોર્સ ટેકનીકલ સોર્સ દ્વારા તપાસ કરી આ બાબતમાં સંકળાયેલ એક વ્યક્તિને શોધી કાઢી તેમની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે બાદ આ વ્યક્તિના બે દિવસના રીમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે ઉપરાંત આ કેસમાં સંકળાયેલ અન્ય કોણ કોણ સામેલ છે અને તેમની ભૂમિકા શું છે તેને લઈને પણ વધુ તપાસ હાથ ધરી છે.
વિરપુરના આધેડ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનારને પોલીસે ઝડપી લીધો
