ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ઇજાગ્રસ્ત હોવાથી તેમની તબિયત પૂછી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો 28 ઓગસ્ટનાં રોજ છે. જ્યારે આ મેચ પહેલા બંને ટીમો પ્રેક્ટિસ કરી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પોતાના સંબંધો સારા ન્ હોવાને કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ લાંબા સમયથી રમવામાં આવી નથી. આ કારણે જ બંને દેશ આઈસીસીની ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ એકબીજા સામે રમતા જોવા મળે છે. રમત જ છે, જે બંને દેશોને નજીક લાવે છે. આવું જ એક દ્રશ્ય એશિયા કપ પહેલા ભારત પાકિસ્તાનનાં ખેલાડીઓ વચ્ચે જોવા મળ્યું.
- Advertisement -
ભારતીય ટીમે શાહીનનાં હાલચાલ જાણ્યા
ઇજાને કારણે એશિયા કપથી બહાર થનાર શાહીન આફ્રિદી અત્યાર સુધી દુબઈમાં પાકિસ્તાન ટીમ સાથે ઉપલબ્ધ છે. જ્યારે ભારતીય ટીમ અભ્યાસ કરવા માટે પહોંચી, તો તેમણે શાહીનને તેમની તબિયત પૂછી. ભારતીય ખેલાડીઓએ તેમના જલ્દી જ સાજા થવાની પ્રાર્થના પણ કરી છે.
Stars align ahead of the #AsiaCup2022 🤩
- Advertisement -
A high-profile meet and greet on the sidelines 👏 pic.twitter.com/c5vsNCi6xw
— Pakistan Cricket (@TheRealPCB) August 25, 2022
વીડિયો થયો વાયરલ
પ્રેક્ટિસ કરવા સ્ટેડિયમ પહોંચેલ ટીમે પાકિસ્તાનનાં સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને તબિયત પૂછી. સૌથી પહેલા ચહલે આફ્રિદીનાં હાલચાલ જાણ્યા. ત્યાર બાદ ભારતનાં પૂર્વ કપ્તાન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રિષભ પંતે પણ શાહીનનાં હાલહાલ જાણ્યા અને તેમના જલ્દી સાજા તવાની પ્રાર્થના કરી. જ્યારે શાહીન આફ્રિદીએ પણ પોતાની તબિયત વિશે જણાવતા કહ્યું કે તેઓ વર્લ્ડ કપ પહેલા સાજા થઈ જશે. ભારતીય ટીમ અને શાહીન આફ્રિદીની આ મુલાકાતનો વીડિયો પીસીબીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર પણ કર્યો છે. આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.