રાજકોટમાં 15 ફેબ્રુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે
યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, શુભમન ગિલ રાજકોટ પહોંચ્યા
- Advertisement -
કેપ્ટન રોહિત શર્મા, આર. અશ્ર્વિન, રજત પાટીદાર અને રાહુલ દ્રવિડ રાજકોટ પહોંચ્યા
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 15 ફેબ્રુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે, રાજકોટમાં રમાનારી ભારત – ઈંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચ માટે ખેલાડીઓ રાજકોટ પહોંચી ગયા છે. ભારતીય ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને ટીમ હોટેલ જવા માટે નીકળી હતી. ભારત – ઈંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈ ખેલાડીઓ રાજકોટ પહોચ્યાં છે. રાજકોટમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, આર. અશ્વિન, સરફરાઝ ખાન, રજત પાટીદાર, કોચ રાહુલ દ્રવિડ, અક્ષર પટેલ સુભમન ગિલ સહિતના ખેલાડીઓ હોટેલ ખાતે પહોંચ્યા છે. મહત્ત્વનું છે કે, ઇઈઈઈંએ 10 ફેબ્રુઆરીના રોજ ઈંગ્લેન્ડ સામેની બાકીની 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં ઘણા યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે બાદ સમજાય છે કે જો સિનિયર ખેલાડીઓ સારું પ્રદર્શન નહીં કરે તો તેમને સીધો દરવાજો બતાવી દેવામાં આવશે.
આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતના સ્થાન પર તલવાર લટકી રહી છે. બેટિંગ ઉપરાંત કેએસ ભરત ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ બે મેચમાં વિકેટ કીપિંગમાં પણ નિષ્ફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, ત્રીજી ટેસ્ટમાં કેએસ ભરતને બેન્ચ કરવામાં આવી શકે છે અને તેની જગ્યાએ ધ્રુવ જુરેલને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.