‘સુરભી રાસોત્સવ’ના કમિટી સભ્યો દ્વારા બન્ને ભાઈઓનું અદકેરું સન્માન કરાયું
16 વર્ષથી સર્વશ્રેષ્ઠ આયોજન માટે વિજયભાઈ વાળા-વિશુભાઈ વાળાનું ખેલૈયાઓએ હાથ ઉંચા કરી આપી અનુમોદના આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવરાત્રિ એટલે સૌરાષ્ટ્રભરનો સૌથી મોટો લોકઉત્સવ! આ ઉત્સવમાં માઇ ભક્તિની સાથે શરીર-મનને સ્વસ્થ કરતા રાસની પણ રંગત જામે છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 16 વર્ષથી રેસકોર્ષના મેદાનમાં ચાલતા “સુરભી રાસોત્સવ”ની સફળતાના બે પાયાના પથ્થર એટલે વિજયભાઈ વાળા અને વિશુભાઈ વાળા જેમના વિશે કહીએ એટલું ઓછું પડે. ત્યારે સમગ્ર સુરભીના કમિટી સભ્યો દ્વારા આ બન્ને વ્યકતિનું સાતમા નોરતે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર સુરભી પરિવાર અને ખેલૈયાએ 16 વર્ષથી સર્વશ્રેષ્ઠ આયોજન કરવા બદલ વિજયભાઈ વાળા અને વિશુભાઈ વાળાનું ખેલૈયાઓએ હાથ ઉંચા કરી અનુમોદના આપી હતી. “સુરભી”ની યાદે આયોજકો સાથે ખેલૈયાઓની આંખો પણ ભીની કરી દીધી હતી.
ભાવુક થતા સુરભી રાસોત્સવના ચેરમેન એવા વિજયભાઈ વાળાએ જણાવ્યુ હતું કે, સુરભી પરિવાર એ જ મારુ પરિવાર તમામનું સ્વાગત છે.
મારી પાસે બોલવા માટે શબ્દો નથી પણ છેલ્લા 16 વર્ષમાં હું જે કઇ કમાણો છું એ તમામ ખેલૈયાઓ અને ટીમની અપરંપાર લાગણી જ છે.
મને કહેતા ગર્વ થાય છે કે, “સુરભી રાસોત્સવ”માં દીકરા કરતા દીકરીઓની સંખ્યા વધારે છે. તેમના માં-બાપ પણ પુરા વિશ્વાસથી અહીં રમવા મોકલે છે. હું તમામનો આભારી છું. સાતમા નોરતે જાણે સમગ્ર સુરભી પરિસર “સુરભી રાસોત્સવ”ની યાદમાં આયોજકો સાથે ખેલૈયાઓની આંખો પણ ભીની કરી નાખી હતી.