રાજકોટ વિસ્તારના લોકો સાંજે સૂર્યાસ્ત પછી 30 મિનિટ આકાશમાં જોઈ શકાશે : વિજ્ઞાન જાથા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
આકાશમાં બનતી ખગોળીય ઘટના વિશે માહિતગાર કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાષ્ટ્રીય-રાજય કચેરીએ અવારનવાર લોકોને અવગત કરવા દેશભરમાં અભિયાન આદર્યું છે. તે અંતર્ગત આજે તા. 8 મી માર્ચે સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશાએ બુધ ગ્રહ વિજ્ઞાન ઉપકરણની મદદથી આહલાદક જોઈ શકાશે. અદ્યતન દૂરબીન, ટેલીસ્કોપથી બુધ ગ્રહને જોવા લોકોને જાથાએ અપીલ કરી છે.
- Advertisement -
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આજે શનિવાર સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશાએ બુધ ગ્રહ દૂરબીનથી આહલાદક અદ્દભુત જોવા મળશે. રાજકોટ વિસ્તારના લોકો રાત્રિના 8 કલાક 11 મિનિટ સુધી ગ્રહનો નજારો જોઈ શકશે. બુધનો ઉદય ભૂમંડલે સવારના 6 કલાકે પૂર્વમાં 18.2 ડિગ્રીએ અને રાજકોટમાં ગ્રહનો ઉદય સવારના 7 કલાક 53 મિનિટ, મધ્ય બપોરે 2 કલાક 1 મિનિટ, અસ્ત રાત્રિના 8 કલાક 11 મિનિટ રહેશે. બુધનો ચળકાટ 0.3 ટકા તેનો વ્યાસ 7 કળાનો રહેશે.વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે સામાન્ય રીતે બુધ ગ્રહ નરી આંખે જોવું મુશ્કેલ છે. ખગોળરસિકો ગ્રહને ઓળખી શકે છે. ટેલીસ્કોપ, દૂરબીનથી ગ્રહને આસાનીથી જોઈ શકાય છે. તેની માહિતી જિલ્લા કક્ષાએ આપવામાં આવશે. બુધ ગ્રહ 45 ટકાથી ઓછું ચળકાટ સાથે જોઈ શકાશે. આજે સૂર્યથી દૂર હોવાના લીધે પૃથ્વી વચ્ચેનું અંતર ઓછું હોવાના કારણે તજજ્ઞો નરી આંખે જોઈ શકશે. પશ્ચિમી ક્ષિતિજ પર 15 ડિગ્રી ઉંચાઈ પર જોવા મળશે. આ સમયે બુધ ગ્રહ પૃથ્વીથી લગભગ 84 મિલિયન માઈલનું અંતર હશે. બુધ ગ્રહ સૂર્યોદય પહેલા એક કલાક અને સૂર્યાસ્ત પછી એક કલાક જોવા મળે છે.