ધોધમાર વરસાદનાં પગલે ખાડાં પડી જતાં વાહન ફસાતા હતાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગમઢમાં ગઇકાલે ધોધમાર વરસાદ થયો હતો. વૈભવ ફાટક પાસે રેલવે ક્રોસિંગમાં મોટો ખાડો પડી ગયા હતાં.ત્યાંથી પસાર થતા નાના વાહનો ફસાઈ જતા હતા, ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી ટ્રાફિક કલીયર કરાવવા મહેનત કરવા છતાં પણ પડેલ ખાડાના કારણે ટ્રાફિક જામ થયો હતો.
- Advertisement -
જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ત્યાંથી પસાર થતા ચાલુ વરસાદે કમાન્ડો સાથે નીચે ઉતરી બંને બાજુ થયેલા ટ્રાફિક કલિયર કરાવવા તજવીજ કરવામાં આવી હતી. બાદ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જૂનાગઢ રેલવે પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાધા મોરી તથા સ્ટાફ સાથે સંકલન કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસના સ્ટાફને હાજર રાખી, રેલવે પ્રસાશનમાં જાણ કરી, ચાલુ વરસાદે રેલવે વિભાગના માણસો દ્વારા ખાડો બુરાવામાં આવ્યાં હતાં.