બોગસ આઈડી બનાવી અશ્ર્લિલ ફોટા વાઇરલ કરનાર સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સહકાર મેઈન રોડ પર રહેતા કુલદીપસિંહ મહેનદ્રસિંહ ચુડાસમાએ સાઈબર ક્રાઈમ પોલીસમાં તેના ફીયાન્સી સાથે સગાઈ તોડવા કોઈ અજાણ્યા શખસે ઈન્સ્ટાગ્રામમાં બોગસ આઈડી બનાવી મેસેજ તેમજ અશ્લીલ ફોટા મોકલી બદનામ કરવાનું કાવતરૂ ઘડયું હોવાની ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યુ હતું કે ગત.તા.12/7ના ઈન્સ્ટાગ્રામમાં ઙફયિંહ સિીશિં302આઈડીમાંથી તેઓના ફીયાંસ વિષે પુછપરછ કરતો મેસેજ આવેલ બાદમાં ઉપરોકત આઈડી વાળાને તેઓના ફીયાંસ સાથે પ્રેમ સંબંધ છે તમે સગાઈ આગળ ન વધારતા તેઓ મેસેજ આવ્યો હતો. બાદમાં સામાવાળા એ ન્યુડ ફોટા જેમાં કોઈનો ચેહરો ન હોય તેવા ફોટા મોર્ફ કરીને મોકલ્યા હતા. તેમજ તેના સાળા અર્જુનસિંહ ગોહિલને પણ ઉપરોકત આઈડમાંથી સગાઈ તોડી નાખવા તથા તેઓના ફીયાંસને બદનામ કરવા માટેની ધમકી આપતા હોય જેથી તેઓએ સાઈબર ક્રાઈમના હેલ્પલાઈન નં 1930 પર ફોન કરી અરજી નોંધાવેલ હતી બાદમાં પોલીસે તપાસ હાથ ધરતા ઉપરોકત આઈટી દરબારગઢમાં રહેતા હરદિપસિંહ લખુભા જાડેજાના મોબાઈલ નંબરનો ઉપયોગ કરી હોથીજી ગામે રહેતા જાડેજા દેવેન્દ્રસિંહ જશુભાએ બનાવ્યું હોવાની જાણ મળ્યું હતું.
આમ આ દેવેન્દ્રસિંએ ફેક આઈડી ઈન્સ્ટાગ્રામમાં બનાવી પોતાની ઓળખ છુપાવી ખોટા નામનો ઉપયોગ કરી તેઓ અને તેના ફીયાંસને બદનામ કરવાની તેમજ સગાઈ તોડાવવાની દાનતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.