ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢના જોષીપરામાં આવેલ નંદનવન સોસાયટીમાંરહેતા પરવેઝખાન રહેમાન ખાન ચૌહાણ રૂપિયા 17000ની કિંમતનું બાઇક લઇ દિકરી માટે જેકેટ લેવા તળાવ ફાટક પાસે આવેલ શોરૂમ ખાતે ગયાહતા અને પરત બાઇક પાસે આવતા બાઇક જોવા મળેલ નહીં. આમ એક કલાકમાં અજાણ્યો શખ્સ બાઇક ચોરી નાસી ગયો હતો.
આ અંગે ફરિયાદ થતા પોલીસે તપાસ આદરી હતી. દરમિયાન દોલતપરા વિસ્તામાં રહેતો રપ વર્ષીય ગાજીઅબાસ ઉર્ફે કાજી શબીર મીઠુવાણી ચોરાઉબાઇક સાથે માર્કેટીંગ યાર્ડ પાસે આંટાફેરા મારતો હોવાની માહિતી મળતા એ-ડીવીઝન પોલીસે દોડી જઇઇને બાઇક સાથે દબોચી લીધો હતો. પુછપરછમાં શખ્સે તળાવ દરવાજા પાસેથી બાઇક ચોરી કરી હોવાની કબુલાત આપતા બી-ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો.