રાજકોટમાં બે અને ગોંડલમાં એક સહિત ત્રણ ગુના આચર્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ બસપોર્ટની પાછળ આવેલ એક હોટલમાંથી નીકળતા યુવકનો પીછો કરી અટકાવી પોલીસની ઓડખ આપી તોડ કરવા અંગે પકડાયેલા શખ્સ સામે તે પછી વધુ બે ગુના નોંધાતા પોલીસ કમિશનરે પાસા વોરંટ ઇસ્યુ કરતાં પીસીબીએ દબોચી લઈ સુરત જેલમાં ધકેલી દીધો છે.
- Advertisement -
રાજકોટના એરપોર્ટ પાછળ આવેલ એક હોટલમાંથી નીકળી ઘરે જતાં શખ્સને અટકાવી ક્રાઇમ બ્રાન્ચની ઓડખ આપી તું હોટલમાં ખોટું કામ કરવા ગયો હતો કેસ કરવો છે તેમ કહી ધમકાવી જો ફરિયાદ ન કરવી હોય તો પૈસા આપવા પડસે તેમ કહી પૈસા પડાવી લેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે પોપટપરામાં રહેતા નકલી પોલીસ મિહિર ભાનુભાઇ કુંગશીયાની ધરપકડ કરી હતી તપાસ કરતાં આ જ મોડસ ઓપરેન્ડીથી તેણે 2024માં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને 2025માં ગોંડલમાં એક વેપારીને ધમકાવી પોલીસની ઓડખ આપી 5 લાખ રૂપિયા પડાવી લીધાની વધુ બે ફરિયાદ નોંધાતા પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ પાસા વોરંટ ઇસ્યુ કરતાં પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમે આરોપી નકલી પોલીસને દબોચી લઈ સુરતની અસલી જેલમાં ધકેલી દીધો છે.



