ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
વેલનાથ પરામાં આવેલા સ્લમ એરિયામાં મહિલાઓને સી ટીમની કામગીરીથી સી ટીમના કર્મચારીઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ બાળકોને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની સૂચનાથી મહિલાઓને લગતા ઘરેલુ હિંસાના બાનવ, મહિલાઓની છેડતી, સિનિયર સીટીઝનને લગતા કોઈ બનાવ હોય તો તેનું યોગ્ય નિવારણ કેમ લાવવું તે અંગે સી ટીમની કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેર ઉતર વિભાગ સી ટીમના કર્મચારીઓ દ્વારા વેલનાથ પરામાં આવેલા સ્લમ એરિયાની મુલાકાત લઈ ત્યાં રહેલા બાળકોને ગુડ ટચ, બેડ ટચ અને સાઈબર ક્રાઈમ તથા ટ્રાફિક અવેરનેસ અને 100 નંબર તથા 181 મહિલા હેલ્પલાઈન તેમજ મહિલા પોલીસ સ્ટેશન બાળ મજૂરી અધિકારી તથા ચિલ્ડ્રન હેલ્પલાઈન તથા નશીલા પદાર્થોથી દૂર રહેવું તે અંગે માહિતી આપવામાં આવી હતી. મહિલા, પુરૂષો અને બાળકો વ્યસનથી દૂર રહેવા સમજાવવામાં આવ્યું હતું.