રાજ્યના આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત થકી કાર્યવાહીની માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્ય સરકાર દ્વારા ટીબી મુક્ત ગુજરાત માટે અનેક પ્રકારની સવલતો દર્દીઓને આપવામાં આવે છે તેવામાં ધ્રાંગધ્રા શહેરના સરકારી હોસ્પીટલ ખાતે આવેલા ટીબી સેન્ટર વિભાગ મોટાભાગે બંધ હોવાનું દર્દીઓ દ્વારા ફરિયાદ ઉઠવા પામી છે સાથે જ અહી ટીબી હેલ્થ વિઝીટર તરીકે ફરજ બજાવતા નિલ્પિતભાઈ ગૌસ્વામી મન મરજી મુજબ આવે છે અને મરજી પડે ત્યારે ટીબી સેન્ટર બંધ કરી નીકળી જાય છે તેવામાં દૂરથી દર્દીઓ અહી આવે છે પરંતુ ટીબી સેન્ટરના અલિગઢી તાળા જીવન લીધે અંતે પરત ફરવું પડે છે. વારંવાર આ પ્રકારની સ્થિતિના લીધે દર્દીઓને સમયસર દવાઓ મળતી નથી તેવામાં ગત 2 સપ્ટેમ્બરના રોજ ટીબીની દર્દી વારંવાર ધક્કા ખાતા હોવાથી હેલ્થ વિઝિટર નીલપીત ગૌસ્વામી સાથે ટેલીફોનીક વાતચીત કરતા આ ટીબી કર્મચારી દર્દી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા દર્દી દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી ટી.બી હેલ્થ વિઝિટર નીલપીત ગૌસ્વામી વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની માંગ કરી છે.