ઓપરેશન દરમિયાન નેત્રમણી આંખની અંદર પડી ગયો: ડૉકટરનો લૂલો બચાવ
મોતિયાનું ઓપરેશન કર્યા બાદ દર્દીને દેખાતું બંધ થઈ ગયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી ગુલાબચંદ તલકચંદ શેઠ આંખની હોસ્પિટલની બેદરકારીના કારણે એક દર્દીએ આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ પહેલાં પણ સિવિલ હોસ્પિટલમાં દર્દીને અલગ ગ્રૂપનું બ્લડ ચડાવી દેવામાં આવતા ડોકટરો દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો હતો, ત્યારે ફરી એકવાર સિવિલમાં આંખનો મોતિયો ઉતારવા આવેલા દર્દીને ડોકટરની બેદરકારીના કારણે આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.
મળતી વિગત એવી છે કે સિવિલ હોસ્પિટલમાં આવેલી ગુલાબચંદ તલકચંદ શેઠ આંખની હોસ્પિટલમાં રાજકોટના ખોડિયારપરા વિસ્તારમાં રહેતાં દર્દી માણસુર ભૂરાભાઈ આંખના મોતિયાના ઓપરેશન માટે દાખલ થયા હતા ત્યારે બુધવારે દર્દીનું ઓપરેશન ડો. નિધિ શેઠએ કર્યું હતું. આ આંખના મોતિયાનું ઓપરેશન કરતાં દર્દીને આંખે દેખાવાનું બંધ થઈ જતાં તેઓ ખાનગી હોસ્પિટલે બતાવવા ગયા. જે દરમિયાન ડોકટરે જણાવ્યું કે મોતિયાનું ઓપરેશન નથી થયું પરંતુ મોતિયો પડદાની પાછળ જતો રહ્યો છે આમ ડો. નિધિ શેઠની બેદરકારીના કારણે દર્દીને આંખે દેખાતું બંધ થતાં પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે આ અંગે ડોકટરે લૂલો બચાવ કરતાં કહ્યું કે એક-બે હજાર દર્દીએ કોઈ દર્દીને આવું થતું હોય છે. તો આ અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટે સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે.
- Advertisement -
સિવિલ હૉસ્પિટલની ફરી એકવાર બેદરકારી
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડોકટરની બેદરકારી સામે આવી છે. આ અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં દર્દીને અલગ ગ્રૂપનું બ્લડ ચડાવી દેવામાં આવતાં હંગામો મચી ગયો હતો ત્યારે ફરી એકવખત સિવિલ હોસ્પિટલમાં આંખના મોતિયાના ઓપરેશન કરાવવા માટે આવેલા દર્દીને ઓપરેશન કર્યા બાદ આંખે દેખાતું બંધ થઈ જતાં પરિવારે વિરોધ કર્યો છે.