કેન્દ્ર સરકાર સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ફક્ત 10 ટકા વ્યક્તિગત ભાગીદારીના નિયમને દૂર કરશે
ખાસ-ખબર સંવાદદાતા
આગામી દિવસોમાં દેશની સાર્વજનિક બેંકોમાં પ્રાઇવેટ ઇક્વિટી પેઢીઓની ભાગીદારી વધી જવાની છે અને આ દિશામાં કેન્દ્ર સરકાર મહત્વના પગલાં લેવા જઈ રહી છે તેમ સરકારના અંતરંગ વર્તુળો દ્વારા જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા દેશની સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં ફક્ત 10 ટકા વ્યક્તિગત ભાગીદારી ના નિયમને દૂર કરવા અંગે ગંભીર વિચારના શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ બારામાં ફાઇનલ નિર્ણય જાહેર કરવામાં આવશે. કેન્દ્ર સરકાર એમ માને છે કે ખાનગીકરણ કરતી સમયે પ્રાઇવેટ ઇક્વિટી પેઢીઓની સરકારી બેંકોમાં ભાગીદારી વધી જશે અને બેંકિંગ ક્ષેત્રમાં મોટા પરિવર્તન આવશે અને પ્રગતિ શીલ પગલા દ્વારા બેન્કિંગ વ્યવસ્થા વધુ મજબુત બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા બેન્કિંગ અધિનિયમ સુધારા ખરડા મારફત મોટા ફેરફાર કરવા માટેનો પ્રસ્તાવ લઈને આવશે તેવી સંભાવના છે અને બેન્કિંગ અધિનિયમ માં મોટાપાયે ફેરફાર કરવાની તૈયારી પણ થશે અને આ બારામાં ગંભીર વિચારણા શરૂ કરી દેવામાં આવી છે અને બેઠકોના દોર ચાલી રહ્યા છે.



