12 વર્ષની સજા પડેલ આરોપી પેરોલમાં નાસી ગયા બાદ નામ બદલીને રહેતો હતો
ખાસ-ખબર ન્યૂઝ  સુરેન્દ્રનગર, તા.30
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામના ચકાભાઈ ગગજીભાઈ કોળી વિરુધ પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો હતો જે ગુન્હાનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી જતા આરોપીને 12 વર્ષની સજા થઈ હતી જેથી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા કાપતા આરોપી ચકાભાઈ ગગજીભાઈ કોળી દ્વારા અગાઉ પેરોલ લીધા બાદ ફરીથી રાજકોટ જેલ ખાતે હાજર નહિ થઈ પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો. જ્યારે આ પોક્સોનો આરોપી છેલ્લા દસ વર્ષથી પેરોલ જમ્પ કરી પોતાની ઓળખ બદલી હાલ ભુજના ધાણેટી ગામે રહેતો હોવાની બાતમી સુરેન્દ્રનગર પેરોલ ફલો ટીમના સંજયભાઈ પાઠકને મળતા ભુજ ખાતે આરોપીના સંભવિત આશ્રય સ્થાન પર દરોડો કરી આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે આ કામગીરીમાં સુરેન્દ્રનગર જિલ્લા પેરોલ ફલો ટીમના પીએસઆઇ એન. એ. રાયમા, સંજયભાઈ પાઠક, દશરથભાઈ રબારી સહિતનાઓ રોકાયેલા હતા.



 
                                 
                              
        

 
         
         
        