મકાન નીચેની દુકાન બંધ હોવાથી સદનસીબે જાનહાનિ ટળી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં બે દિવસથી પડી રહેલા વ્યાપક વરસાદના પગલે અમુક જર્જરિત મકાનો અને ઇમારતો પર જોખમ સર્જાયું છે અને મંગળવારે મોરબીના માધાપરમાં એક જર્જરિત મકાનની પારાપેટ ધરાશાયી થઈ હતી જો કે નીચેની દુકાન બંધ હોવાથી સદનસીબે જાનહાની ટળી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના માધાપર વિસ્તારમાં એક જર્જરિત મકાન પાડવા પાલિકામાં અનેક વખત રજૂઆત થઈ છે પરંતુ પાલિકાએ કોઈ રસ ન લેતા સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે મકાનની પારાપેટ ધરાશાયી થઈ હતી. આ મકાનની નીચે હેરડ્રેસરની દુકાન આવેલી છે જો કે ઘટના સમયે આ દુકાન બંધ હોય સદનસીબે જાનહાની ટળી હતી. જો દુકાન ખુલ્લી હોત તો શું બની શક્યું હોત ? એ કલ્પનાનો વિષય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરમાં આવી અનેક જર્જરિત ઇમારતો છે જે અંગે ચોમાસા પહેલાં સર્વે કરવાની માત્ર વાતો થઈ પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી જેથી જો હજુ વધુ ભારે વરસાદ પડે તો આવી ઇમારતો જાનહાની કે જોખમ સર્જે તેવી ભીતિ સેવાઈ
રહી છે.