ખાસ-ખબર સંવાદદાતા
સિંધના ઉમરકોટમાં પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીના પૂર્વ હિન્દુ સાંસદ લાલ ચંદ્ર માલ્હીના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ છે.
માલ્હીએ આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર મુક્યો છે. માલ્હીને પૂર્વ પીએમ ઈમરાન ખાનની નિકટના નેતા ગણવામાં આવે છે. તેઓ સિંધ વિસ્તારમાં તહેરિક એ ઈ્નસાફ પાર્ટીના ઉપાધ્યક્ષ છે. તે પાક સંસદમાં માનવાધિકાર સમિતિના ચીફ પણ રહી ચુકયા છે.
- Advertisement -
બુલડોઝર ફેરવવામાં આવ્યા બાદ તેમણે કહ્યુ હતુ કે, અહીંયા જે કાટમાળ પડ્યો છે તે પાકિસ્તાનમાં કાયદાનુ શાસન કેટલુ છે તે બતાવે છે. હું કાયદાનુ પાલન કરીને રહેતો પાકિસ્તાની હિન્દુ નાગરિક છું. પોલીસ અને તંત્રે ભેગા મળીને મારા પરિવારના મકાને કોઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાનુ પાલન કર્યા વગર ધ્વસ્ત કરી નાંખ્યુ છે. મારી ભૂલ એટલી જ છે કે હું ઈમરાન ખાનની સાથે ઉભો રહ્યો છું.