મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થવાની સંભાવના
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં માથાના દુખાવા સમાન માધાપર ઓવરબ્રીજ આગામી સાત દિવસમાં ખુલ્લો મુકવામાં આવી શકે છે. તેવું આજ રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું. આ બ્રિજના ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી શકે છે. આવતા અઠવાડિયામાં માધાપર ઓવરબ્રીજ ખુલ્લો મુકતા ટ્રાફિકની સમસ્યામાંની લોકોને છુટકારો મળશે. જો કે માધાપર બ્રીજ નિર્ધારીત સમય કરતા લગભગ 10 મહિના જેટલો મોડો થશે. ત્યારે હવે લાખોની સંખ્યામાં અહીંથી પસાર થતા રાહદારીઓ હાશકારો અનુભવશે. અંદાજે 60 કરોડના ખર્ચ તૈયાર થયેલા આ બ્રિજનું આવતા મહિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થવાની સંભવના છે.
- Advertisement -
આ બ્રિજ ખુલ્લો મુકાતા હજારો લોકોને થતી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. માધાપર ચોકડીને રોજકોટનું પ્રવેશ ગણાવામાં આવે છે. ત્યારે રાજકોટ જામનગર હાઇવેને જોડતા માર્ગ પર 60 કરોડના ખર્ચ બની રહેલા બ્રિજની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. જયારે આ બ્રીજ ખુલ્લો મુકવામાં આવશે ત્યારે રાજકોટ- અમદાવાદ તેમજ રાજકોટ, જામનગર, રાજકોટ-મોરબી રોડ તરફ જતા હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. આમ લોકોની ટ્રાફિકની સમસ્યા હળવી થાય એ રીતે જ આ બ્રિજની ડિઝાઇન કરવામાં આવી છે. આમ હવે હજારો લોકોને થતી ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે.