માવઠાનો માર, સોરઠ પંથક મગફળી સહિત પાકનો સોથ વળી ગયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પડેલા કમોસબી વરસાદના લીધે સમગ્ર સોરઠ પંથકમાં લાખો એકરમાં માવઠાના મારના લીધે મગફળી, સોયાબીન અને કપાસ સહીતના તૈયાર થયેલ પાકનો સોથ વળી જતા ધરતી પુત્રોનો સરકાર પાસે એકજ પોકાર છે. કે, સર્વે કરીને વળતર આપવામાં આવે તેમાં રસ નથી તેના બદલે સરકાર પાક ધિરાણ માફ કારોની માંગ કરી રહ્યા છે.
- Advertisement -
વંથલી તાલુકાના કોયલી ગામ કોડવાલા સંજય ભાઈ મેરુભાઈએ જણાવ્યું હતું કે, મારા ખેતર પૂરતી વાત નથી આખા ગામની 7000 વિઘા જમીનમાં ખેતી પાકને વ્યાપક નુકશાન થયું છે એવું તો આસપાસના અનેક ગામો માવઠાના લીધે મગફળીના પાથરા પલળી ગયા છે તેની સાથે સોયાબીન અને કપાસ સહિતના શાકભાજીને પણ એટલું નુકશાન થયું છે. ત્યારે સરકાર પાસે એકજ માંગ છે. ડીઝીટલ સર્વે તેમજ અધિકરીઓ સર્વે કરે અને વળતર મળે તેમાં રસ નથી સરકાર ખેડૂતોનું પાક ધિરાણ માફ કરે તેવી સોરઠ પંથકના ખેડૂતોની માંગ ઉઠી છે.



