ખાસ-ખબર સંવાદદાતા
7 ફેબ્રુઆરીના રોજ ઓખાથી ચાલતી ટ્રેન નં. 19573 ઓખા-જયપુર એક્સપ્રેસને રીશેડ્યુઅલ કરવામાં આવી છે. આ એક્સપ્રેસની પેરિંગ રેક 7 કલાકથી વધુ મોડી આવતી હોવાના કારણે રિશેડ્યુઅલ કરવામાં આવી છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 8 ફેબ્રુઆરી, 2022ના રોજ તેના રેગ્યુલર સમય 01.03 વાગેની બદલે લગભગ 3 કલાક 10 મિનિટ મોડી એટલે કે 8 ફેબ્રુઆરી, 2022 ના રોજ સવારે 04.13 કલાકે રાજકોટ પહોંચશે. રેલવે તંત્રએ મુસાફરોને ઉપરોક્ત ફેરફાર ધ્યાને લેવા જણાવ્યું છે. તેમજ www.enquiry.indianrail.gov.in વેબસાઈટ પરથી વધુ જાણકારી મેળવી શકો છો.