સબ જેલની બાજુમાં ગંદકીથી ખદબદતી કચેરીને લીધે કેદીઓની દુર્દશા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરમાં જર્જરિત હોવાના લીધે વર્ષોથી બંધ પડેલી નશાબંધી ખાતાની કચેરીના કચરો અને ગંદકીનો ઉકરડો જામ્યો છે. વર્ષોથી કચેરી બંધ હોવાના લીધે અહી જેમકે ડમ્પીંગ સ્ટેશન હોય તેની માફક કચરો અને ઉકરડો નજરે પડે છે. વર્ષોથી ઉકરડો સફાઈ નહિ થતા એટલી હદે દુર્ગંધ આવે છે કે અહી પાસે આવેલા રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં જૂની અને જર્જરિત નાશ બંધી ખાતાની કચેરી બાજુમાં જ સબ જેલ પણ આવેલી છે જ્યારે આ પ્રકારનો દુર્ગંધ યુક્ત કચરો અને ઉકરડાના સમરજ્યથી અનેક કેદીઓના સ્વાસ્થ્યને પણ નુકશાન થઈ શકે છે
કચેરીમાં કચરો અને ગંદકીના લીધે ઉપદ્રવ થતાં મચ્છરો પાસે રહેલી સબ જેલના કેદીઓ માટે ગંભીર બીમારી પણ નોતરી શકે છે વર્ષોથી આ પ્રકારની ગંદકી અહી નજરે પડી રહી છે પરંતુ સ્વચ્છતાની મોટી મોટી વાતો કરતું તંત્ર પણ આ તમામ વાતોથી વાકેફ હોવા છતાં આજદિન સુધી બંધ પડેલી નશાબંધી ખાતાની કચેરીમાં ક્યારેય સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ હાથ ધરી શક્યું નથી જૂની હોય કે નવી સરકારી કચેરી જ અસ્વચ્છ નજરે પડતાં સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવતી સ્વચ્છતાની પોકળ વાતો ધ્રાંગધ્રા શહેરની પુરાણી નહસા બંધી ખાતાની કચેરીનો નજારો જોઈને છતી થઈ રહી છે.