રાજકોટ પોલીસની શી ટિમ દ્વારા પ્રાચીન ગરબીમાં અવેરનેસ કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા મહિલા સેલ એસીપી આર.એસ. બારીઆના માર્ગદર્શન હેઠળ મહીલા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એચ.ભાટીની સૂચનાથી મહિલા પોલીસ સ્ટેશનના શી ટીમ ઇન્ચાર્જ ઠઅકછ કોકિલાબેન સોલંકી તથા સહ કર્મચારી પ્રિયંકાદેવી ડોડીયા, કુંજબેન ચાવડા તથા પ્રીતિબેન પટેલ, દિયાબેન ચંદુભાઈ દ્વારા ચામુંડા ગરબી મંડળમાં મહિલા શી ટીમ દ્વારા અવરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સદભાવના વૃદ્ધાશ્રમમાંથી આવેલ સિનિયર સિટીઝન મહિલાઓ સાથે મુલાકાત લઈ તેમની સાથે ગરબા રમવામાં આવ્યા હતા આ ઉપરાંત અવરનેસ પ્રોગ્રામમાં શી ટીમ તેમજ 112 નંબર સાયબર ક્રાઇમ 1930 નંબર મહિલા પોલીસ સ્ટેશન વગેરે માહિતી આપવામાં આવી હતી મહિલા હેલ્પલાઇન 181 નંબર જરૂર જણાય તો 112 નંબરનો સંપર્ક કરી શી ટીમની મદદ માટે અપીલ કરી હતી આ ઉપરાંત કુવાડવા ગામ અર્વાચીન ગરબી, સુંદરમ ગોલ્ડ મનહરપૂરા ન્યુ માધાપર ચોકડી દાંડીયારાસમાં પણ માહિતી આપી હતી



