ચીનની રાજધાની બીજિંગમાં કોરોનાના કેસો દરરોજ વધી રહેલા છે. ત્યાંની સરકાર શહેરોની હાલત જોઇને લોકોને ઘરની અંદર રહેવા મજબૂર કરી રહી છે. વિકેન્ડમાં કોરોનાથી 3 લોકોની મોત પણ થઇ હતી.
વર્ષ 2019માં જ્યાંથી કોરોના વાયરસ જન્મયો અને ફેલાયો ત્યાં અત્યાર સુધી આ વાયરસ પર નિયંત્રણ આવી શક્યું નથી. ચીનમાં અત્યારે પણ એવા કેટલાક શહેરો છે કે જ્યાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચીને મંગળવારે કેટલાક પાર્ક, શોપિંગ મોલ અને સંગ્રહાલયો બંધ કરી દીધાં છે. કેટલાક શહેરો વધી રહેલા કોવિડ-19નાં કેસોને જોઇને મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે.
- Advertisement -
હજારો નવા કેસની જાણકારી આપી ચીને
ચીને સોમવારે રાષ્ટ્રીય સ્તર પર 28,127 નવા કોરોનાનાં કેસોની માહિતી આપી છે. આ આંકડા એપ્રિલમાં કોરોનાની પીક સમાન છે. તેમાંથી અડધા કેસો દક્ષિણી શહેર ગ્વાંગઝૂ અને ચોગકિંગથી છે. ગ્વામડોંગ પ્રાંત અને ચોગકિંગ શહેરમાં 16000 અને 6300થી વધુ કેસો નોંધાયા છે. બેજિંગમાં પણ આ આંકડાઓ તેજીથી વધી રહ્યાં છે. અહીં મંગળવારે 1438 કેસો નોંધાયા.
શહેરોમાં લાગી શકે છે લોકડાઉન
રાજધાની બેજિંગમાં કોરોનાનાં કેસનાં આંકડાઓ જે રીતે વધી રહેલા છે તે જોઇને સરકાર લોકોને ઘરની અંદર રહેવા માટે જ સૂચન આપે છે. વીકેન્ડમાં 3 લોકોનું કોરોનાનાં કારણે મોત પણ થયું છે. આ દરમિયાન ચીન પોતાની ઝીરો-કોવિડ નીતિ પર અડગ છે. જેના કારણે શહેરોમાં આંશિક લોકડાઉન જેવો માહોલ સર્જાતો જોવા મળે છે. ચીનનાં કેટલાય મોટાં શહેરોમાં પર્યટક આકર્ષણ, જિમ અને પાર્ક પણ બંધ કરી દેવાયા છે.
ચીન કોરોનાનો મોટો અડ્ડો
સંશોધિત દિશા-નિર્દેશો પછી પણ ચીન પોતાના કોવિડ વિરૂદ્ધનાં પ્રતિબંધો મૂકવા છતાં પણ કોરોનાનો મોટો અડ્ડો બનેલો છે. કોરોનાને લીધે ચીને પોતાની સીમાઓ આશરે 3 વર્ષ માટે બંધ કરી હતી. આ વર્ષે પણ વધી રહેલા કોરોનાનાં કેસોને જોતાં લોકડાઉન લાગે તેવું દેખાઇ રહ્યું છે.