2024માં 6 ટકાના વધારા સાથે કરોડપતિઓની સંખ્યા 85,698 થઈ: નાઈટ ફ્રેન્ક કરોડપતિઓની સંખ્યા 2028 સુધીમાં વધીને 93,753 થવાની ધારણા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
ભારતમાં 2024માં કરોડપતિઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ નાઈટ ફ્રેન્કના જણાવ્યા અનુસાર ગયા વર્ષે 10 મિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા ભારતીય હાઈ-નેટ-વર્થ વ્યકિતઓ (ઇંગઠઈંત) ની સંખ્યા 6 ટકા વધીને 85698 થઈ ગઈ છે. નાઈટ ફ્રેન્કે બુધવારે તેનો ’ધ વેલ્થ રિપોર્ટ 2025’ બહાર પાડયો હતો, જેમાં ભારતમાં કરોડપતિઓની વધતી સંખ્યાની માહિતી અપાઈ હતી. નાઈટ ફ્રેન્કનો એવો પણ અંદાજ છે કે આ સંખ્યા 2028 સુધીમાં વધીને 93,753 થવાની ધારણા છે, જે ભારતના વિકસતા સંપત્તિના પરિદૃશ્યને પ્રતિબિંબિત કરે છે. ભારતીય અબજોપતિઓની સંયુકત સંપત્તિ 950 અબજ યુએસ ડોલર હોવાનો અંદાજ છે, જે યુએસ (5.7 ટ્રિલિયન યુએસ ડોલર) અને મેઈનલેન્ડ ચીન (1.34 ટ્રિલિયન યુએસ ડોલર) પછી વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે ભારતની વધતી સંપત્તિ તેની આર્થિક સ્થિતિસ્થાપકતા અને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાને રેખાંકિત કરે છે. ઉદ્યોગસાહસિક ગતિશીલતા, વૈશ્વિક એકીકરણ અને ઉભરતા ઉદ્યોગોને કારણે દેશમાં હાઈ-નેટ-વર્થ ધરાવતા વ્યકિતઓમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી રહી છે. બૈજલે જણાવ્યું હતું કે આ વિસ્તરણ ફકત સ્કેલમાં જ નહીં પરંતુ ભારતના ઉચ્ચ વર્ગના લોકોની ઉભરતી રોકાણ પસંદગીઓમાં પણ છે, જેઓ રિયલ એસ્ટેટથી લઈને વૈશ્વિક ઇકિવટી સુધીના એસેટ વર્ગોમાં વૈવિધ્યીકરણ કરી રહ્યા છે. બૈજલે ઉમેર્યું હતું કે, આગામી દાયકામાં વૈશ્વિક સંપત્તિ નિર્માણમાં ભારતનો પ્રભાવ વધુ મજબૂત બનશે.
અહેવાલ મુજબ, ભારતીય હાઈ-નેટ-વર્થ વ્યકિતગત વસ્તીનો વધતો ટ્રેન્ડ દેશના મજબૂત લાંબા ગાળાના આર્થિક વિકાસ, વધતી જતી રોકાણ તકો અને વિકસતા વૈભવી બજારને પ્રકાશિત કરે છે, જે ભારતને વૈશ્વિક સંપત્તિ નિર્માણમાં મુખ્ય ખેલાડી તરીકે સ્થાપિત કરે છે. 2024માં ભારતની અબજોપતિઓની વસ્તીમાં પણ વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. ક્ધસલ્ટન્સી ફર્મે જણાવ્યું હતું કે ભારતમાં હવે 191 અબજોપતિઓ છે, જેમાંથી ગયા વર્ષે જ 26 અબજોપતિઓ આ શ્રેણીમાં જોડાયા હતા. 2019માં આ સંખ્યા ફકત 7 હતી.
વિશ્વની 3.7 ટકા સમૃદ્ધ વસ્તી ભારતમાં રહે છે.આગામી પેઢીના 46.5 ટકા ભારતીય અમીર લોકો લકઝરી કાર ખરીદવા માંગે છે.25.7 ટકા અમીર લોકો વૈભવી ઘરો પર ખર્ચ કરવા માંગે છે અને 11.9 ટકા લોકો કલા સંગ્રહ પર ખર્ચ કરવા માંગે છે.આગામી પેઢીના 9.9% અમીર લોકો ખાનગી જેટ ખરીદવા માંગે છે અને 4% સુપરયાટ ખરીદવા માંગે છે. છેલ્લા 10 વર્ષમાં મેન્યુફેકચરિંગ સેકટરે ટેક્નોલોજી ક્ષેત્ર કરતાં વધુ અબજોપતિઓ બનાવ્યા છે.
વધુ સંપત્તિ મજબૂત આર્થિક વૃદ્ધિને દર્શાવે છે
ઉચ્ચ નેટવર્થવાળા લોકોની વધતી સંખ્યા દેશની મજબુત દીર્ધકાલીન આર્થિક વૃધ્ધિ વધતી રોકાણની તકો અને વિકસીત થઈ રહેલા લકઝરી બજારને દર્શાવે છે. જે ભારતને વૈશ્વિક ધન સર્જનમાં એક મુખ્ય દેશ તરીકે સ્થાપિત કરે છે. રિપોર્ટ મુજબ આગામી કેટલાંક વર્ષોમાં આ આંકડો વધવાની આશા છે.
રિયલ એસ્ટેટ ઇક્વિટીમાં લોકો રોકાણ કરી રહ્યા છે
શિશિર બૈજલે કહ્યું હતું કે, ભારતનો ઉચ્ચ નેટવર્થવાળો વર્ગ પોતાના રોકાણ પ્રાથમીકતાઓને રિયલ એસ્ટેટથી લઈને વૈશ્વિક ઈકવીટી સુધી મહત્વ આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આવનારા દાયકામાં વૈશ્વિક સંપતિ સર્જનમાં ભારતની અસર વધુ મજબૂત બનશે.