યોગ્ય પગલાં લઈ જમીન પરત આપવા ગજઞઈં દ્વારા માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1,542 ચોરસ મીટર જમીન કોર્પોરેશને બિલ્ડરને લહાણી કર્યાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે યુનિવર્સિટી દ્વારા કોર્પોરેશનને અત્યારસુધીમાં 10 વખત પત્ર લખવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધીમાં કોઈ જવાબ મળ્યો નથી. આ મામલે આજે (25 જુલાઈ) પ્રદેશ ગજઞઈં સહિતના કાર્યકરો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. એમાં કાર્યકરો મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર ભાજપ-પ્રમુખ બન્યા હતા, સાથે પાર્ટીફંડ મળ્યા બાદ મનપામાં ફાઈલ પાસ થઈ જતી હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નકલી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, જોકે આ વખતે ત્યાં હાજર પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
- Advertisement -
પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, જેઓ હાલ ઝછઙ ગેમ ઝોન અગ્નિકાંડમાં જેલમાં છે, તેનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ છે. શહેરના યુનિવર્સિટી રોડ પર રૈયા સર્વે નંબરમાં આવેલી 1,542 ચોરસ મીટર જમીન કોર્પોરેશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણ કર્યા વિના બિલ્ડરને આપી દીધી હોવાનો પત્ર સામે આવ્યો છે. ત્યારે કુલપતિએ ગઈકાલે (24 જુલાઈને બુધવાર) કહ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન અમારી જાણ બહાર કોર્પોરેશન દ્વારા ઉપયોગ કરવામાં આવી છે. અત્યારસુધીમાં 10 વખત પત્ર લખવામાં આવ્યો છે. જમીન પરત મેળવવા માટે ચાલુ માસમાં 10 જુલાઈએ પત્ર લખ્યા બાદ હજુ સુધી જવાબ મળ્યો નથી. કોર્પોરેશનમાંથી જવાબ આવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી બાબતે નિર્ણય લેવામાં આવશે.