અન્નકૂટ અને મહાઆરતીનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો
ખાસ-ખબર ન્યૂઝ બોટાદ
- Advertisement -
કવિવર બોટાદકર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ધરતી બોટાદ ખાતે આવેલા સુપ્રસિદ્ધ મુક્તિધામ મેલડી માતાજી મંદિરમાં શુક્રવારે નવમો પાટોત્સવ તા.28/11/25ના રોજ ધામધૂમથી ઉજવાયો હતો. હરિયાળાં તીર્થધામ રૂપે ઓળખાતું આ મુક્તિધામ જાયન્ટ્સ સંસ્થા અને ગ્રીન મેન ઈ.ક. ભીકડીયાના અથાગ પરિશ્રમથી નિર્માણ પામ્યું છે, જ્યાં જગત જનની મેલડી માતાજી ભક્તોને આશીર્વાદ આપે છે.
મેલડી માતાજીના આ પાટોત્સવ પ્રસંગે બ્રહ્માકુમારીઓ સેવા કેન્દ્રની બ્રહ્મકુમારી રજની બહેનની વિશેષ ઉપસ્થિતીમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાર્યક્રમો યોજાયા. મંદિરમાં ભક્તોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે 56 પ્રકારના અન્નકૂટના ભોગ ધરાવવામાં આવ્યો અને મહાઆરતી યોજાઇ હતી. આ પ્રસંગે સહકારી આગેવાન અને પત્રકાર કનુભાઈ ખાચર, મુક્તિધામના પ્રણેતા ગ્રીન મેન ઈ.ક.ભીકડીયા, મહેશભાઈ ભાદાણી (વિનાયક સાડી), પરસોત્તમભાઈ (ચામુંડા એન્ટરપ્રાઈઝ), મકાભાઈ ભુવા, જીવરાજભાઈ કલથીયા, બિપિનભાઈ ગઢિયા, અમિતભાઈ વડોદરિયા, કિરણબેન (ગોપી ડ્રેસીસ), સંગીતાબેન, મહેન્દ્રસિંહ ઝાલા, દિપકભાઈ હોમગાર્ડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટ દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો. માતાજીની શાસ્ત્રોક્ત પૂજા વિદ્વાન શાસ્ત્રી નિરવભાઈ જોશી દ્વારા કરાવવામાં આવી હતી.
- Advertisement -
દર વર્ષે ભક્તિભાવ સાથે ઉજવાતો આ પાટોત્સવ બોટાદ શહેરમાં લોકોની શ્રદ્ધા અને આસ્થામાં વધારો કરી રહ્યો છે.



