મંગળ ગ્રહ 10 ઓક્ટોબર સુધી વૃષભ રાશિમાં બિરાજમાન છે. મંગળના આ ગોચરથી કઈ રાશિઓને વિશેષ રીતે લાભ થવાનો છે. આવો જાણીએ.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમયે ગોચર અને વક્રી કરે છે. જેનો પ્રભાવ દરેક રાશિઓના જીવન પર પડે છે. 10 ઓગષ્ટે મંગળ ગ્રહે વૃષભ રાશિમાં ગોચર કર્યુ હતુ અને 10 ઓક્ટોબર સુધી આ રાશિમાં બિરાજમાન રહેવાનો છે. મંગળનો આ ગોચર આમ તો બધી રાશિઓના જીવન પર શુભ-અશુભ પ્રભાવ પડ્યો હતો. પરંતુ અમુક રાશિના જાતકો માટે મંગળના ગોચરનો સમય શુભ લાભદાયી છે. આગામી 25 દિવસ આ રાશિના જાતકોને મંગળ ગોચરથી વિશેષ ધનલાભ થવાનો છે.
- Advertisement -
વૃશ્વિક રાશિ
મંગળનો ગોચર આ રાશિના જાતકો માટે વિશેષ રીતે લાભદાયી છે. મંગળના ગોચરથી આ રાશિના જાતકોની કુંડળીમાં એક રાજયોગનુ નિર્માણ થયુ છે. તેથી આ સમયગાળામાં આ રાશિના જાતકોની આવકમાં વધારો થવાની સંભાવના છે. વ્યાપારમાં નફો થશે. નાણાકીય લાભથી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે.
સિંહ રાશિ
- Advertisement -
મંગળના વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી સિંહ રાશિના જાતકોને સારા દિવસ શરૂ થઇ ગયા. આગામી 25 દિવસ આ રાશિના જાતકોને ચાંદી જેવા દિવસો આવશે. નોકરિયાત વર્ગને આ દરમ્યાન નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ઈન્ક્રીમેન્ટની શક્યતા પણ દેખાઈ રહી છે. તો વેપારમાં વિસ્તાર થવાથી લાભ થશે.
કન્યા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સમય પણ કન્યા રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી છે. ઘણા અટકેલા કામ બની શકે છે. વ્યાપાર સંદર્ભે યાત્રા કરી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયી થશે. પરીક્ષામાં સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. તો કોઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશની શક્યતા છે.