મોંઘવારી-ૠઉઙ માપવાની રીત ફેબ્રુઆરીથી બદલાશે: હાલ 2011-12ના આધારે ગણતરી થાય છે
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા તૈયારી પૂર્ણ કરી લેવાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
કેન્દ્ર સરકાર દેશના અર્થતંત્રને માપવાના માપદંડોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ફેબ્રુઆરી 2026 થી છૂટક મોંઘવારી (ઈઙઈં) અને દેશના વિકાસ દર એટલે કે ૠઉઙના આંકડા નવી સીરિઝ (નવા આધાર વર્ષ) સાથે જાહેર કરવામાં આવશે. જ્યારે મે 2026થી ઔદ્યોગિક ઉત્પાદન એટલે કે ઈંઈંઙ ના આંકડા પણ નવી શ્રેણીમાં જાહેર થશે. ૠઉઙ અને ઈંઈંઙ માટે નવું આધાર વર્ષ 2022-23 રહેશે. જ્યારે છૂટક મોંઘવારી માટે આધાર વર્ષ 2024 રહેશે. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (ખજ્ઞજઙઈં) એ તેની તૈયારી પૂર્ણ કરી લીધી છે. હાલમાં ૠઉઙ અને છૂટક મોંઘવારીના આંકડા જૂના આધાર વર્ષ 2011-12 મુજબ ગણવામાં આવે છે. જ્યારે વિશ્વના ઘણા દેશોમાં આ દર 5 વર્ષે અપડેટ થાય છે. આધાર વર્ષમાં આ ફેરફારનો મુખ્ય હેતુ ડેટાને વર્તમાન સમયની જરૂરિયાતો અને વપરાશ મુજબ વધુ સચોટ બનાવવાનો છે.
સામાન્ય જનતા પર શું અસર થશે?
આ નિર્ણયથી સીધા જ સામાન્ય માણસના ખિસ્સા પર અસર થતી નથી, પરંતુ સરકારની યોજનાઓ આ ડેટા પર આધારિત હોય છે. જો મોંઘવારીનો ડેટા સાચો હશે, તો સરકાર કિંમતોને નિયંત્રિત કરવા માટે વધુ સારા પગલાં લઈ શકશે. આ સાથે, ૠઉઙના સચોટ આંકડાઓથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ ભારતની અર્થવ્યવસ્થા પર વધે છે.
- Advertisement -
નવા આધાર વર્ષથી શું બદલાશે?
હાલમાં દેશમાં મોંઘવારી અને ૠઉઙ ની ગણતરી માટે જૂનું આધાર વર્ષ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. લાંબા સમયથી નિષ્ણાતો એવી માગ કરી રહ્યા હતા કે આધાર વર્ષને અપડેટ કરવામાં આવે.કારણ કે છેલ્લા એક દાયકામાં લોકોના ખર્ચ કરવાની રીત અને વસ્તુઓની પ્રાથમિકતા બદલાઈ ગઈ છે. નવી શ્રેણી આવવાથી સરકારી ડેટા દેશની આર્થિક સ્થિતિનું વધુ વાસ્તવિક ચિત્ર રજૂ કરી શકશે.
હાલમાં છૂટક મોંઘવારીની ગણતરીમાં ફૂડ આઇટમ્સ એટલે કે ખાદ્યપદાર્થોનો હિસ્સો ઘણો વધારે છે. મંત્રાલયના અધિકારીઓ અનુસાર, નવી શ્રેણીમાં ખાદ્યપદાર્થોના ’વેઇટેજ’ને ઘટાડી શકાય છે.
આ એટલા માટે કારણ કે જેમ જેમ લોકોની કમાણી વધે છે, તેઓ ખાવાને બદલે શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન જેવી અન્ય સુવિધાઓ પર વધુ ખર્ચ કરવા લાગે છે. નવી શ્રેણીમાં આ આધુનિક જરૂરિયાતોને વધુ મહત્વ આપવામાં આવશે.
ઈંઈંઙ ડેટા મે મહિનાથી નવી સીરિઝમાં આવશે
ઔદ્યોગિક ઉત્પાદન (ઈંઈંઙ), જે દેશના મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરની ગતિ દર્શાવે છે. તેને મે 2026 થી નવી શ્રેણીમાં ખસેડવામાં આવશે. તેમાં એવા નવા ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવશે, જેનું ઉત્પાદન તાજેતરના વર્ષોમાં શરૂ થયું છે. જ્યારે એવા જૂના સામાનને યાદીમાંથી દૂર કરી શકાય છે, જેની હવે બજારમાં માંગ નથી રહી.
આ બદલાવ શા માટે જરૂરી હતો?
આંકડા મંત્રાલયના સચિવ સૌરભ ગર્ગે અગાઉ પણ સંકેત આપ્યા હતા કે ડેટામાં સુધારાની પ્રક્રિયા ચાલી રહી છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંનો એક છે.
આવી સ્થિતિમાં, જૂના માપદંડો પર ડેટા જાહેર કરવાથી ઘણીવાર નીતિ બનાવવામાં મુશ્કેલી આવે છે. નવું બેઝ યર આવવાથી રિઝર્વ બેંક (છઇઈં) ને પણ વ્યાજ દરો પર નિર્ણય લેવામાં સરળતા રહેશે. કારણ કે તેમની પાસે મોંઘવારીનો વધુ સચોટ ડેટા હશે.



