ખાસ-ખબર સંવાદદાત
જૂનાગઢ ફરવા આવેલા મહારાષ્ટ્રના વતની રાજેશભાઇ મુરકર મજેવડી ગેઇટથી ભવનાથ જવા માટે ઓટો રીક્ષામાં નિકળ્યા હતા ત્યારે રોકડ રૂા.5000 કપડાની બે જોડી, પાન કાર્ડ, એટીએમ અને આધાર કાર્ડ જેવા જરૂરી ડોકયુમેન્ટ સાથેનો થેલો રીક્ષામાં ભૂલી ગયા હતા જે બાબતે નેત્રમ શાખાને જાણ કરી હતી. તેમજ રાજકોટના પૂજાબેન પીન્ટુભાઇ વાઘેલા લગ્ન પ્રસંગમાં જૂનાગઢ આવેલા હોય. સરદાર પટેલ ભવનથી બસ સ્ટેશન જવા માટે રીક્ષામાં બેઠા હતા. દરમિયાન તેમનુ પર્સ જેમાં 1.પ ગ્રામની સોનાની બુટી રૂા.15 હજાર મોબાઇલ ફોન રૂા.15 હજાર રોકડ રૂા.બે હજાર તથા અન્ય જરૂરી સામાન તેમાં રહેલો હતો. તેઓ બસ સ્ટેશન ઉતર્યા બાદ તેમનું પર્સ તેમની પાસે ન હોવાનું માલુમ પડયુ હતુ. જે બાબતે નેત્રમ શાખા તપાસ હાથ ધરી હતી અને બંન્ને રીક્ષાના નંબર શોધી ચાલકને શોધી કાઢી તેમનો સંપર્ક કરતા રીક્ષામાંથી જ પર્સ અને થેલો મળી આવતા બન્ને અરજદારોને પર કરવામાં આવ્યા હતા.