ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના બિપીન મથુરાદાસ વિઠલાણી સોપારીની હોલસેલની દુકાન ચલાવતા હોય, બિપીનભાઇ પોતાની બાઇકમાં દુકાનનો સામાન લઇને ગાંધીચોકથી પોતાના ઘર તરફ જતા હોય તે દરમ્યાન તેમનો પાન-મસાલાનો થેલો રસ્તામાં ક્યાંક બાઇક પરથી પડી ગયેલ હોય ત્યારે બિપીનભાઇએ આજુબાજુ તપાસ કરતા તેમનો થેલો મળેલ નહિ જેથી તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને ખોવાયેલ થેલામા રૂ. 4,500 ની કીમતના સામાન હોય ત્યારે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ અને મૂળ માલિકને સોંપવામાં આવેલ આમ પોલીસ પ્રજાની મિત્ર એ સૂત્ર સાર્થક કર્યું હતું.
નેત્રમ શાખાએ ખોવાયેલો થેલો ગણતરીની કલાકોમાં શોધી મૂળ માલિકને આપ્યો



