દેશના વિવિધ રાજ્યોના 532 સ્પર્ધકો ભાગ લેશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીના ભાગ રુપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ 8 સમિતીની રચના કરવામાં આવી છે. આ સ્પર્ધકોના નિવાસ સહિતની વ્યવસ્થા ભવનાથ તળેટી ખાતે વિવિધ વાડીઓ રાખવામાં આવી છે. ઉપરાંત આગામી તા.3 ફેબ્રુઆરીના રોજ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક ખેલાડીઓના સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવશે.
જૂનાગઢ મુકામે ભારત ભરના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.3 ફેબ્રુ.ના રોજ ભવનાથ તળેટી થી અંબાજી મંદીર 5500 પગથીયાં સુધી યોજાશે. જેમાં ભારતના જુદા-જુદા રાજયોમાંથી 532 જેટલા સ્પર્ધકોની અરજી આવી છે વધુમાં ગુજરાત રાજયના 5 જુદા-જુદા સ્થળ જેવા કે ઓસમ પર્વત, ચોટીલા પર્વત, ઇડર પર્વત, પાવગઢ પર્વત અને પારનેરા પર્વત ખાતે યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 10 વિજેતાઓ અને રાજયકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 25 વિજેતાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
જૂનાગઢમાં રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી 3 ફેબ્રુઆરીએ યોજાશે
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/જૂનાગઢ-રાષ્ટ્રીય-કક્ષાની-ગિરનાર-આરોહણ-અવરોહણ-સ્પર્ધા-3-ફેબ્રુ.યોજાશે-860x573.jpg)