રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઘનશ્યામદાસ દેવનાણીની વરણી
ખાસ-ખબર સંવાદદાતા
અખિલ ભારતીય લાડી લોહાણા સિંધી પંચાયતનું 39મુ રાષ્ટ્રીય અધિવેશન કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના ઉના ખાતે યોજાયું હતું.
- Advertisement -
જેમાં સમગ્ર ભારતમાંથી સિંધી સમાજના લોકો ઉમટી પડ્યા હતા.આ તકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે,સિંધી સમાજ પુરુષાર્થમાં માનવાવાળો સમાજ છે અને પોતે ભાગલા પછી આવ્યા બાદ પણ મહેનત કરી આગવું સ્થાન ભારતમાં હાસલ કર્યું છે.આ તકે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગચંદ(કાળુભાઈ) સુખવાણી અને તેમની ટીમ દ્વારા છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલા કામગીરી અને તેમના હિસાબો રજૂ કર્યા હતા.ત્યાર બાદ વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા.આવનારા વર્ષ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઘનશ્યામદાસ દેવનાણી, ઉપાધ્યક્ષ તરીકે હોતચંદ (પપ્પુભાઈ) સોમજાણી, રૂપચંદ સેવકાણી, લલિત કોટક,મહાસચિવ તરીકે અશોકભાઈ લાલવાણી,સંગઠન મહામંત્રી તરીકે દયાલભાઈ ભગત, સચિવ તરીકે કાંતિલાલ ઉમલાણી, દિલીપભાઈ જોબનપુત્રા, લીલાધર નારવાણી, રાજુભાઈ લાલવાણી, ઉપ સચિવ સુનિલભાઇ મુલચંદાણી ખજાનચી તરીકે દેવીદાસ કોટક, ઓડિટર તરીકે જેઠાભાઈ કારીયા અને યુવક મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અનિલભાઈ મંગલાણીની વરણી કરવામાં આવી છે.