આ પહેલાં કાનુન મંત્રીના નિવેદન પર સુપ્રીમ કોર્ટને નારાજગી વ્યક્ત કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યુ કે હાઈકોર્ટમાં જજોની નિમણુંક માટે કોલેજિયમ તરફથી મોકલવામાં આવેલી ભલામણોને ઝડપથી જ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવશે. લાંબા સમયથી પેડીંગ 104 ભલામણોમાંથી 44ને શનિવાર સુધી મંજુરી આપવામાં આવશે. કોર્ટે આની પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ બાકીની ભલામણ ઉપર પણ ઝડપથી ફેસલા લેવાનુ કહ્યુ હતું. ગત સુનવણીમાં કોલેજિયમ પર કાનુન મંત્રીના નિવેદન પર સુપ્રીમ કોર્ટને નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલાની આગળની સુનવણી માટે 3 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે.
- Advertisement -
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકાની બેંચ સમક્ષ કેન્દ્ર સરકારનું સ્ટેન્ડ રજૂ કરતાં એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટની સમયરેખાને અનુસરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એટર્ની જનરલે બેન્ચને ખાતરી આપી હતી કે તેઓ આ મામલાની પ્રક્રિયા પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતે કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી 10 ભલામણોની સ્થિતિ વિશે માહિતી માંગી હતી જે કેન્દ્ર પાસે પેન્ડિંગ છે. આમાંના બે ઘણા જૂના છે જે ઓક્ટોબર 2021થી પેન્ડિંગ છે અને બાકીના નવેમ્બર 2022માં કરવામાં આવ્યા હતા.
કોર્ટમાં ખાલી જગ્યા ચર્ચાનો વિષય બન્યો
કોર્ટમાં ન્યાયિક ખાલી જગ્યાઓ લાંબા સમયથી ચર્ચાનો વિષય છે. ભૂતપૂર્વ CJI રંજન ગોગોઈએ તેમના કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટને 16 ભલામણો કરી હતી, જ્યારે તેમના અનુગામી, CJI જઅ બોબડેએ કોઈ ભલામણ કરી ન હતી. જસ્ટિસ બોબડે પાસેથી કાર્યભાર સંભાળનાર CJI એન.વી રમણાએ તેમના કાર્યકાળ દરમિયાન 11ની ભલામણો કરી હતી.