અનંત અંબાણીના લગ્ન ભવ્ય રીતે થયા. હજુ લગ્નના સમારોહ બે દિવસ ચાલશે. આ ખાસ પ્રસંગને નીતા અંબાણીએ વધુ ખાસ બનાવી દીધો છે અને પોતાના અંદાજમાં ખુશી વ્યક્ત કરી છે. તેમણે પોતાની મહેંદીમાં કેટલાક ખાસ લોકોના નામ લખાવીને બધાને જ ચોંકાવી દીધા છે.
નીતા અંબાણી હંમેશા પોતાની સ્ટાઈલથી દરેકનું દિલ જીતી લે છે. તેના લુક્સ પણ અવારનવાર વાયરલ થતા રહે છે. કેટલીકવાર લોકોને તેની સાડી ગમે છે તો ક્યારેક તેના ઘરેણાં પરથી નજર હટાવવી મુશ્કેલ હોય છે. જ્યારથી તેના નાના પુત્રના લગ્નની વિધિઓ શરૂ થઈ છે ત્યારથી નીતા અંબાણીના લુક્સની પણ ચર્ચા થઈ રહી છે. તે દરેક ફંકશનમાં મહારાણીને જેમ તૈયાર થઈ છે. 12 જુલાઈના રોજ નીતા અંબાણી તેમના નાના પુત્રના લગ્નની જાન માટે સુંદર રીતે તૈયાર થયા હતા. તેમણે ખૂબ જ સુંદર પીચ કલરનો લહેંગા પહેર્યો. તેમના લુક સિવાય હવે તેમની મહેંદીની પણ ચર્ચા થઈ રહી છે. તેમણે તેમના પુત્રના લગ્ન માટે તેના હાથને સુંદર રીતે સજાવ્યા છે. તેમની મહેંદીની ડિઝાઈન ખૂબ જ અનોખી છે.
- Advertisement -
કેવી છે મહેંદીની ડિઝાઇન
જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે ત્યારે મહેંદી ચોક્કસપણે લગાવવામાં આવે છે. લગ્નની કેટલીક તસવીરોમાં નીતા અંબાણીના હાથ પરની મહેંદીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અનંત અંબાણીના લગ્ન માટે, નીતા અંબાણીએ વર્ષો જૂની ભારતીય લગ્ન પરંપરામાંથી પ્રેરણા લઈને, ભગવાનની આકૃતિ અને તેમના હાથ પર પરિવારના તમામ સભ્યોના નામ લખ્યા છે. આ ડિઝાઇનમાં તેમની હથેળીઓ પર રાધા-કૃષ્ણની સુંદર આકૃતિ બનાવવામાં આવી છે. સાથે જ જે લોકોના નામ નીતા અંબાણીએ તેમની મહેંદીમાં લખાવ્યા છે તેઓ તેમના પરિવાર અને જીવનમાં મહત્ત્વપૂર્ણ લોકો છે. તેના નાના પુત્રના લગ્નમાં તેણે તેના પતિ, બાળકો, જમાઈ, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓના નામ પોતાના હાથ પર લખાવ્યા છે.
નીતાએ પુત્ર આકાશ અંબાણી, વહુ શ્લોકા મહેતા, પુત્રી ઈશા અંબાણી અને જમાઈ આનંદ પીરામલના નામ મહેંદીમાં લખાવ્યા છે. તેમના હાથની મહેંદીમાં તેમના પતિ મુકેશ અંબાણી, પૌત્રો પૃથ્વી, વેદ, કૃષ્ણ અને આદિયાના નામ ખૂબ જ સુંદર રીતે લખવામાં આવ્યા છે. તેણે તેના સૌથી નાના પુત્ર અનંત અને નાની વહુ રાધિકાના નામ પણ લખાવ્યા છે. નીતા અંબાણીની આ મહેંદી ડિઝાઇન એ વાતની સાક્ષી આપી રહી છે કે દરેક માતાની જેમ તે પણ પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. તેમની આગવી શૈલીએ દરેકને ભાવુક બનાવી દીધા અને લગ્નના આ ખાસ પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો.
- Advertisement -
નીતા અંબાણીના લુકના થઈ રહ્યા છે વખાણ
નીતા અંબાણીએ પોતાના પુત્રના લગ્નમાં રોયલ લુક કેરી કર્યો છે. તેમણે અકે હેન્ડ ક્રાફ્ટેડ લહેંગા પહેર્યો છે, જેને તૈયાર કરવામાં 40 દિવસનો સમય લાગ્યો છે. તેમણે આ લેહેંગા સાથે હેવી નેકપીસ પહેર્યો છે. જેની સાથે મેચિંગ ઈયરિંગ્સ, બ્રેસલેટ અને માંગટીકા પહેર્યા છે.