છરીના ઘા ઝીકિ ઢીમ ઢાળી દીધું : જસદણ પોલીસમાં નોંધાતો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
વિંછીયા તાલુકાના સોમલપર ગામે પારકા ઝઘડામાં વચ્ચે પડેલા વલ્લભ તળશીભાઈ ડાભી ઉં.40ની છરીનો ઘા મારી હત્યા નિપજાવવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે આ અંગે રાજુ વશરામભાઇ બારૈયા, રણજીત વલ્લભભાઇ બારૈયા, સાહીલ સવજીભાઇ બારૈયા, હિતેષ અરવિંદભાઈ બારૈયા, હાર્દીક જેન્તીભાઇ બારૈયા, વિપુલ ભનાભાઇ શિયાળ, વિપુલ મનુભાઇ સોલંકી સામે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે બનાવમાં બે લોકોને ઇજા થઇ હતી. જેમાંથી એકને રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ છે.
ફરિયાદમાં રમેશ તળશીભાઈ ડાભી ઉં.વ.25એ જણાવ્યું હતું કે, હું સોમલપર રહું છું અને મજુરી તથા ખેતીકામ કરું છું હું ત્રણ ભાઇઓ તથા ચાર બહેનમાં સૌથી નાનો છું મારા ભાઈ વલ્લભભાઈ સોમલપર ગામની સીમમાં આવેલ ડાભાળની ધારેથી સંપનુ પાણી છોડવાનું કામ કરતા હતા. ગઈકાલે બપોરે હું તથા મારો ભાઈ વલ્લભ બંને અલગ અલગ મોટરસાયકલ લઈ સોમલપર ગામેથી ડાભાળની ધાર આવેલ જિલ્લા કુવે પાણી છોડવા માટે ગયેલ હતા. સીમમાં અમારા ગામના તથા ભડલી ગામના માણસો આમને સામને ઝઘડો કરતા હતા. જેમા હું તથા વલ્લભ મોટરસાયકલ રોડની સાઇડમાં ઉભું રાખી આ ઝઘડો થતો હોય જેથી તેઓને છુટ્ટા પાડવા માટે ગયેલ હતા ત્યાં અમારા ગામના કાંતિ વાઘા ડાભી, જેન્તી વાઘા ડાભી, કાબા કુકા ઠેકાણી, વનરાજ ઉર્ફે હરો ઠાકરશીભાઈ ડેકાણી, ગોપાલ રાજાભાઈ ડેકાણી પાસે લાકડીઓ તથા લોખંડના પાઈપ અને તેમની સામે ભડલી ગામના રાજુ વશરામ બારૈયા, રણજીત વલ્લભ બારૈયા, સાહીલ સવજી બારૈયા, હિતેષ અરવિંદ બારૈયા, હાર્દીક જેન્તીભાઇ બારૈયા, સોમલપર ગામનો વિપુલ મનુ સોલંકી જે તમામના હાથમાં લોખંડના પાઇપ હતા. જ્યારે સોમલપરનો વિપુલ ભના શિયાળ છરી અને લોખંડનો પાઇપ હાથમાં લઈ ઝઘડો મારામારી કરતા હતા.
આ દરમિયાન હું તથા મારા મોટાભાઈ વલ્લભભાઈ ઝઘડો શાંત કરવા ગયેલ ત્યારે સાતેય આરોપીઓએ મારાભાઈ તથા મારી સાથે બોલાચાલી તથા અપશબ્દો બોલવા લાગેલ અને ઉશ્કેરાઇ ગયેલ હતા જેમાં વિપુલએ આ અમારા ગામના શું વચ્ચે આવ્યા? તેમ કહી તેણે હિતેષ બારૈયાને છરી આપેલ અને હીતેષને કહેલ કે, માર એક છરી તો આઘો જાય જેથી હીતેષએ આ વિપુલના કહેવાથી છરીનો એક ઘા મારા ભાઈ વલ્લભના પેટના ભાગે મારી દીધેલ જેથી મારા ભાઈ નીચે પડી ગયેલ. પેટના ભાગેથી લોહી નિકળવા લાગેલ. પેટમાંથી માસનો લોચો બહાર નીકળી ગયેલ સોમલપરના નરેશ માવજીભાઈ સોલંકી તથા રમેશ બાબાભાઇ ભડાણીયા તથા પ્રવિણ બાબાભાઈ ભડાણીયા તથા મનસુખ રમેશ ભડાણીયા તથા સોમા કલ્યાણભાઇ ડેકાણી તથા મહેશ ઉકાભાઈ ડેકાણી તથા પરસોતમભાઈ જકશીભાઈ ભોજાણી એમ બધા આવી ગયેલ. આરોપીઓ ત્યાંથી જતા રહેલ. વલ્લભને પેટના ભાગેથી લોહી નિકળતુ હોય અને માસ બહાર નિકળી ગયેલ હોય જેથી નવાગામના ભુપતભાઈ ભોજાણીની ઇંકો કારમાં વલ્લભભાઈ તથા અમારા ગામના ગોપાલભાઈ રાજાભાઈ ડેકાણીને પણ ઇજા થયેલ હોય જેથી બંનેને આટકોટ હોસ્પિટલમાં ખસેડયા હતા અહીં જોય તપાસી ડોકટરે મારા ભાઇ વલ્લભને મૃત જાહેર કરેલ. પોલીસ આવતા મારા ભાઈના મૃતદેહને પીએમ માટે જસદણ સરકારી દવાખાને લાવી પી.એમ કરાવેલ હતું.
- Advertisement -
આ બનાવમાં વનરાજ ઉર્ફે હરો ઠાકરશીભાઈ ડેકાણી તથા ગોપાલ રાજાભાઈ ડેકાણી (રહે.સોમલપર)ને ઇજા થયેલ હતી. ગોપાલભાઈને આટકોટથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યો હતો.રમેશે જણાવ્યું કે, આ બનાવ બનવાનુ કારણ એ છે કે, મહેશ ભડાણીયા (રહે. સોમલપર)ને ભડલી ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે. આ બાબતે મહેશ અને યુવતીના પરીવારને મન દુ:ખ ચાલે છે. જેનો ખાર રાખી ડાભાળની ધારે ભડલી ગામના લોકો તથા તેના સબંધીઓ એક સંપ કરી ઝગડો કરવા આવેલ હોય અને ઝગડો કરતા હોય જે દરમિયાન હું તથા મારો ભાઈ ઝઘડો શાંત કરવા વચ્ચે પડતા આ બનાવ બનેલ છે. જસદણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.