હૉસ્પિટલના ઘૂંટણિયે પડેલા પાલિકા તંત્રને આઠ મહિનાનો સમય ઓછો પડ્યો?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
ધ્રાંગધ્રા શહેરની ડૉકટર હાઉસ હોસ્પિટલ બીયુ પરમિશન વગર ગેરકાયદેસર ધમધમતી હોવા છતાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને હોસ્પિટલના સંચાલકની દયા આવે છે. જેથી નગરપાલિકા રીતસર હોસ્પિટલના સંચાલને ઘૂંટણિયે પડી છાવરતી હોવાનું નજરે પડે છે. છેલ્લા આઠેક મહિનાથી સતત અખબારી અહેવાલ બાદ પણ પાલિકા તંત્રના પેટનું પાણી નથી ડગતુ અને કોઈને કોઈ રીતે હોસ્પિટલને સીલ મારવા બદલે બચાવવા માટે ધમપછાડા કરી રહ્યું છે. છેલ્લા આઠ મહિનામાં કુલ ત્રણ વખત ડૉકટર હાઉસ હોસ્પિટલ બીયુ પરમિશન વગર ગેરકાયદેસર ધમધમતી હોવા અંગે તાલુકા સ્વાગતમાં પ્રશ્નો રજૂ કરાયા હતા જે દરમિયાન હાલમાં જ મેં 2025માં પ્રાંત અધિકારી દ્વારા એક અઠવાડિયાની મુદ્દત આપી હોસ્પિટલ ઈમારતને શીલ કરવાનો આદેશ આપ્યો હતો છતાં પણ નિંભર પાલિકા તંત્રે પ્રાંત અધિકારીના આદેશનો ઉલાળિયો કરી ડૉકટર હાઉસના સંચાલક પાસે 20 દિવસ સમય મર્યાદા આપવા માટે 3 જૂન 2025ના અરજી કરાવી હતી પરંતુ અહીં આઠેક મહીનાથી પાલિકા તંત્ર હોસ્પિટલની કે બગાડી નથી શકી તે હવે 20 દિવસમાં શું કરી લેવાની ? તેવો પ્રશ્ન પણ ઉદભવ થાયો હતો. આ તરફ ફરીથી 24 જૂન 2025ના રોજ ફરીથી મામલતદારની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હોસ્પિટલ બી યુ પરમિશન વગર ધમધમતી હોવાનો પ્રશ્ન રજૂ થતા હોસ્પિટલ સંચાલકે આપેલા પુરાવા અંગે અભ્યાસ કરવા માટે વધુ એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. ત્યારે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી દ્વારા કોઈપણ કારણોસર આ હોસ્પિટલની સીલ નહીં મારવા અથવા તો વહીવટીઓ ખેલ પાડી હોસ્પિટલની છાવરવાની સોપારી લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે.
- Advertisement -
એક અઠવાડિયાનો વધુ સમય માંગી પાલિકાએ બેદરકારી છતી કરી
ધ્રાંગધ્રાના ડૉકટર હાઉસ હોસ્પિટલ બી યુ પરમિશન વગર ચાલતી હોવા અંગે છેલ્લાં આઠ મહિનાથી સતત રજૂઆત બાદ અંતે હોસ્પિટલ સંચાલકે પુરાવા રજૂ કર્યા હોવાની વાતને લઈ ધ્રાંગધ્રા નગરપાલિકાના જેટીપીઓ દ્વારા પુરાવા તપાસવા વધુ એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. તો પછી આઠ મહિના જેટલો સમય વીતી ગયા બાદ અત્યાર સુધી જેટીપીઓ દ્વારા શું કામગીરી કરવામાં આવી ? જેથી સ્પષ્ટ પણે જેટીપીઓ અને પાલિકા તંત્રની બેદરકારી પણ સામે આવી છે.
BU પરમિશન વગર ચાલતી હોસ્પિટલમાં કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ ?
- Advertisement -
છેલ્લા આઠ મહિનાથી નગરપાલિકા તંત્ર બી યુ પરમિશન વગર ચાલતી ડૉકટર હાઉસ હોસ્પિટલને સીલ મારવા અંગે ખો આપી રહી છે અને જો આ પ્રકારે જ ભવિષ્યમાં હોસ્પિટલ ખાતે કોઈ અઘટિત ઘટના ઘટે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન પણ અહીં ઊભો થાય છે.