આજીડેમ વિસ્તારની પોલિટેક્નિક હોસ્ટેલ બહાર કચરાના ઢગ: રોગચાળાની ભીતિ
સ્માર્ટ સિટીની રેસમાં પોતાનું નામ નોંધાવનાર રાજકોટમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. આજીડેમ ચોકડી પાસે આવેલી પોલિટેક્નિકની હોસ્ટેલ બહાર મોટા પ્રમાણમાં કચરાનો ઢગ ખડકાઇ ગયો છે.
- Advertisement -
તંત્ર દ્વારા આ ઢગ દૂર કરવામાં ન આવતો હોવાથી હોસ્ટેલની છાત્રાઓની તેમજ સિવિલમાં આવતા દર્દીઓને રોગચાળો થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના નામે બણગા ફૂંકી રહી છે જ્યારે કચરાના ઢગને સાફ કરી શકતી નથી.