અમેરિકાના પુર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશના એવા પ્રથમ પુર્વ કે વર્તમાન પ્રમુખની શ્રેણીમાં ‘એક માત્ર’ સ્થાન ધરાવે છે.
જે જેલમાં જઈ આવ્યા હોય હાલમાં જ એટલાન્ટાની જેલમાં તેઓની 20 મીનીટ માટે ધરપકડ થઈ તે સમયે સામાન્ય કેદીની માફક તેના ચહેરાના ફોટા લેવાયા જેને અમેરિકી જેલની ભાષામાં મગ-શોટ કહેવાયો અને તે વાયરલ થયા ખુદ ટ્રમ્પે તેના એકસ એકાઉન્ટ પર આ તસ્વીર મુકી અને હવે તેનાથી પણ એક ડગ આગળ ગયા છે.
- Advertisement -
ટ્રમ્પ આગામી વર્ષે યોજાનારી પ્રમુખપદની ચુંટણી લડવાનો ઈરાદો ધરાવે છે. તેઓએ તૈયારી પણ કરી લીધી છે અને તેઓ તેના કેમ્પેઈન મેનેજરે જે ખાસ ટી-શર્ટ બહાર પાડયા છે તેઓ ટ્રમ્પની મગ-શોટની તસ્વીર મુકીને એટલું જ નહી લાગે કે કટ, સ્લીવ ટી-શર્ટ, કોફી મગ, કેપ આ તમામ પ્રચાર સામગ્રીમાં ટ્રમ્પની આ તસ્વીરો છે અને તે ધુમ વેચાઈ રહી છે. જેમાં નેવર સરન્ડર કેસ પર વેચાય છે. ટ્રમ્પ કહે છે કે કઈ કમાવા માટે નહી આ નાણા મારા પ્રચાર ખર્ચમાં વાપરીશ.