મોંઘી ફિલ્મોની યાદીમાં માત્ર RRR અને 2.0 સામેલ છે, જેનું બજેટ 500 કરોડ હતું. બ્રહ્માસ્ત્ર એ RRR અને 2.0 પછી ભારતમાં બનેલી ત્રીજી સૌથી મોંઘી ફિલ્મ છે.
આવતીકાલે બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થવા જઈ રહી છે. રણબીર અને આલિયાની આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મમાંથી એક છે, જેનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. જો કે ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર બૉયકોટનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે ફિલ્મને થિયેટરમાં જોરદાર ઓપનિંગ મળવાની અપેક્ષા છે કારણ કે આ ફિલ્મમાં એક એવી દુનિયા દર્શાવવામાં આવી છે જે અગાઉ ક્યારી નથી જોવા મળી.
- Advertisement -
https://twitter.com/karanjohar/status/1567453449884962816?r
બ્રહ્માસ્ત્ર બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ
#BoycottBollywood ના ટ્રેન્ડ વચ્ચેઆ વર્ષની સૌથી મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રનું બજેટ લગભગ 410 કરોડ છે અને તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં VFX પર 150 કરોડનો ખર્ચ કરવામાં આવ્યા છે. આ રીતે બ્રહ્માસ્ત્ર બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બની ગઈ છે. આ મોંઘી ફિલ્મોની યાદીમાં માત્ર RRR અને 2.0 સામેલ છે, જેનું બજેટ 500 કરોડ હતું. બ્રહ્માસ્ત્ર એ RRR અને 2.0 પછી ભારતમાં બનેલી ત્રીજી સૌથી મોંઘી ફિલ્મ છે.
https://twitter.com/karanjohar/status/1567030861048217602?r
- Advertisement -
પહેલા દિવસે આટલા કરોડની કમાણી થવાનો અંદાજ
ટ્રેડ એક્સપર્ટ્સ અને એડવાન્સ બુકિંગ અનુસાર, ફિલ્મ બ્રહ્માસ્ત્ર પહેલા દિવસે જ 30-35 કરોડ રૂપિયાનું ઓપનિંગ કલેક્શન કરી શકે છે. અગાઉ, સલમાન ખાનની દબંગ 3 નોન-હોલિડે રિલીઝમાં 20 કરોડની ઓપનિંગ કરી હતી. બ્રહ્માસ્ત્ર માટે પણ સોશિયલ મીડિયા પર બૉયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમ છતાં પ્રથમ દિવસે 1.25 લાખથી વધુ ટિકિટ એડવાન્સ બુક થઈ ગઈ છે અને વીકએન્ડ માટે લગભગ 2.5 લાખ ટિકિટ બુક થઈ છે. જો આમ છતાં ફિલ્મ સારો બિઝનેસ નહીં કરી શકે તો બોલિવૂડ પર #Boycottનું સંકટ વધુ ઘેરાતું જશે.