ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ચાલશે. આ ત્રણ દિવસના ટૂંકાગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે.
આ અંગેની માહિતી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા દ્વારા સત્ર સંબંધિત જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ સત્રમાં વિવિધ સરકારી વિધેયકો અને રાજ્યના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
- Advertisement -
20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે
આ સત્ર દરમિયાન ધારાસભ્યો 20 ઓગસ્ટ સુધી તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે. 3 દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી સુધારા વિધેયક આ બંને વટહુકમ પણ વિધાનસભામાં રજૂ થશે. કામકાજ સલાહકાર સમિતિની મીટીંગ 6 સપ્ટેમ્બરના રોજ બોલાવવામાં આવશે. જેમાં બાકીના વિગતવાર કામોની ચર્ચા કરવામાં આવશે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી