ઘર પાસે તરછોડી નાસી છૂટેલા હવસખોર સામે ગુનો નોંધી શોધખોળ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે જેમાં 14 વર્ષની સગીરાને ઘર નજીકમાં જ રહેતો હવસખોર શખ્સ લગ્નની લાલચ આપી અવારનવાર દેહ અભડાવી ઘર પાસે મૂકી નાસી જતા બી. ડિવિઝન પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતી મહિલાએ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં વિકી દેવીપુજક સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મજૂરીકામ કરે છે તેમની 14 વર્ષની સગીર પુત્રીને ઘર નજીક રહેતાં આરોપીએ લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં અવારનવાર તેણીને લગ્ન કરવાની લાલચ આપી હતી ગઈ તારીખ 24ના તેમની સગીર પુત્રી ઘરેથી લાપતા થઈ ગઈ હતી જે બાદ પરિવારજનોએ પુત્રીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બે દિવસ પુત્રીની કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરવાં પરિવાર જતો હતો ત્યારે જ તેમની પુત્રી રડતી આંખે ઘર પાસેથી મળી આવી હતી બાદમાં પરિવારજનોએ બનાવ અંગે પૂછતાં પુત્રીએ જણાવ્યું હતું કે બે દિવસ પેહલાં આરોપીએ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરી બાઇકમાં લઈ નાસી છૂટ્યો હતો બે દિવસ અલગ અલગ સ્થળોએ લઈ જઈ તેના પર બળજબરીથી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું બાદમાં હેવાન ઘર પાસે ઉતારી નાસી છૂટ્યો હતો બનાવ અંગેની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર જી બારોટ અને ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.