જૂનાગઢ જિલ્લામાં ખનીજ ચોરો સામે તવાઈ
ઝાલણસર સીમ વિસ્તારમાંથી 50 લાખની ખનીજ ચોરીની ફરિયાદ
- Advertisement -
ગાંધીનગર ફ્લાઈંગ સ્કવોડે શીલમાંથી કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી પકડ્યાની શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામા ખનીજ માફિયા બેફામ બનીને ખનીજ ચોરી થતી હોવાની ફરીયાદ ઉઠતાં ખનીજ વિભાગ સફાળું જાગ્યું હતુ અને ગાંધીનગર ફલાઈંગ સ્કવોડ અને સ્થાનીક ખનીજ અધિકારી સાથે રાખી વ્યાપક ચેકિંગ હાથ ધર્યું હતું અને ઝાલણસર અને માંગરોળ પંથક માંથી કરોડોની ખનીજચોરી અને રોયલ્ટી ચોરી થતી હોવાની શક્યતા સેવાઈ રહી છે
જૂનાગઢના ઝાલણસર સીમ વિસ્તારમાંથી ખનીજ ચોરી થતી હોવાની ફરીયાદ સરપંચ મળી હતી ત્યારે સ્થાનીક લોકોને સાથે રાખીને ઝાલણસર સીમ વિસ્તારમાં ખુલ્લે આમ ખનીજ ચોરી થતી હોવાનું સામે આવતાં સ્થળ પર તપાસ કરવા જતા ખનીજચોરો ભાગી છૂટયા હતા અને પોલીસ ને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ખનીજ વિભાગ દોડતું થયું હતું અને પોલીસે સ્થળ ઉપરથી ડમ્પર અને ઇટાચી મશીન ઝડપી પાડવામાં આવ્યુ હતુ અને ખનીજ ચોરી મામલે વાહન ચાલકો સામે 50 લાખની ખનીજ ચોરીની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. જયારે ખનીજ ચોરી ઝડપાતા વાહન ચાલકો ભાગી છુટયા હતા.
હાલ પોલીસે 50 લાખ જેટલી ખનીજ ચોરી થઇ હોવાની બે અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર ખનીજ ફલાઇંગ સ્કવોડ દ્વારા માંગરોળ તાલુકાનાં સીલ વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠતા સ્થાનિક ખનીજ વિભાગને સાથે રાખીને વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સીલ વિસ્તારમાંથી 21 ચકરડી અને એક હીટાચી મશીન સાથે પાંચ ખાડામાં ખનીજ ચોરી કરીને રોયલ્ટી ચોરી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે જૂનાગઢ જિલ્લાના માધવપુરથી ચોરવાડ સુધીના દરિયા કિનારા વિસ્તારમાં રોયલ્ટી ધારકો મળેલી મંજૂરીથી વધારે ખાણમાંથી પથ્થરો કાઢી લઇને સરકારની કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી થતી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે સ્થાનિક જૂનાગઢ ખનીજ વિભાગના અધિકારી સાથે ટેલીફોનિક વાતચીત કરવાની કોશિષ કરી હતી. પણ કોઇ પણ જાતનો જવાબ મળ્યો ન હતો. ત્યારે સ્થાનિક લોકોમાંથી જાણવા મળવા મુજબ કરોડો રૂપિયાની આ રોયલ્ટી ચોરી થઇ હોવાનું સામે આવી રહ્યું છે.
- Advertisement -
મોટાં માથાઓ હાથમાં આવશે?
જૂનાગઢ જિલ્લામાં જે રીતે ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ખનીજ વિભાગ નાના વાહન ચાલકો સામે ગુનો નોંધી સંતોષ માનશે કે પછી મુળ માથાઓ સુધી પહોંચીને ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી કરશે તેવા અનેક સવાલો ઉભા થયા છે. નાની નાની વ્યક્તિઓ સામે ગુના દાખલ કરીને સંતોષતો નહી માની લેને….
ખનીજ વિભાગ અંધારામાં?
જૂનાગઢ જિલ્લામાં ખનીજ ચોરી બેરોકટોક ચાલતી હોવાની ફરિયાદો ઉઠતાં ગાંધીનગર ખનીજ વિભાગી ફ્લાઈંગ સ્કવોડ જિલ્લામાં ત્રાટકી હતી અને લીઝ ધરાવનાર ધારકોને મળેલી મંજૂરી કરતા વધારે ખનીજ કાઢી લેવામાં આવતુ હોવાની ફરિયાદ મળતા સીલ પંથકમાંથી રોયલ્ટી ચોરી થતી હોવાની ફરિયાદના આધારે ગઇકાલે રેઇડ કરી હતી. પથ્થરની ખાણનાં પાંચ ખાડામાંથી 21 ચકરડી અને એક હીટાચી મશીન ઝડપી લેવામાં આવ્યુ હતુ હવે ખનીજ વિભાગ કેટલાની ખનીજ ચોરી કે રોયલ્ટી ચોરી થઇ છે તેની તપાસ કર્યા બાદ વધુ સામે આવશે. પણ જાણવા મુજબ કરોડોની રોયલ્ટી ચોરી થઇ હોય તેવું જાણવા મળી રહ્યું છે.