ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.22
રાજુલા શહેર પ્રમુખ તરીકે રવિરાજ ધાખડા તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ વાણીયાની નિમણૂક કરવામા આવી હતી. ત્યારે રવિરાજભાઇ પ્રમુખ બન્યા બાદ સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ચર્ચાઓ કરવામા આવી હતી. અને નવયુક્ત યુવાનો કોગ્રેસમાં જોડાયા હતાં.
- Advertisement -
આ બેઠકમા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગાંગાભાઈ હડિયા,વિરોધ પક્ષના નેતા જે.ડી કાછડ, આમ આમ આદમી પાર્ટીના ભરતભાઇ બાલદાણીયા,મારુંભાઈ દિપક દાદા,અબ્દુલભાઇ સેલોત, બાલાભાઇ વાણીયા,અરજનભાઇ રાહુલભાઇ ધાખડા, રસુલભાઈ દલ, સહિતના હાજર રહ્યા હતાં.