અગાઉના કેમિકલ કાંડમાં પોલીસ ચોપડે ફરાર ત્યાં ફરી એક વખત નામ ખુલ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
ધ્રાંગધ્રા હાઇવે પર ગેરકાયદેસર પ્રવૃતિ દિન પ્રતિદિન વધુ રહી છે તેવામાં અગાઉ ધ્રાંગધ્રા – માલવણ હાઈવે પર કલ્પના ચોકડી નજીક ટ્રકોમાંથી કેમિકલ ઉતારવાના પ્રકરણમાં ગાંધીનગર એસ.એમ.સી દ્વારા દરોડો કરાયો હતો તે સમયે ચારેક જેટલાજીરો હાથ લાગ્યા હતા અને આ કેમિકલ ઉતરનાર મુખ્ય સૂત્રધાર શેર ભાજપ પ્રમુખનો પુત્ર યુવરાજસિંહ જાડેજા ફરાર દર્શાવામાં આવ્યો હતો. આ મામલે રાજકોટ રેન્જ ડી.આઇ.જી દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.ડી.ચાવડાને સસ્પેન્ડ પણ કરાયા હતા આ એસ.એમ.સીના દરોડામાં જે યુવરાજ જાડેજા ફરાર દર્શાવાયો હતો તે શખ્સ ધ્રાંગધ્રાની હદમાં જ કેમિકલ ઉતારવાનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું હતું જેમાં આ આખાય પ્રકરણ બાદ ફરી એક વખત 16 માર્ચના રોજ ધ્રાંગધ્રા પંથકના કંટાવા વિસ્તારની વાડીમાં સ્થાનિક પોલીસે દરોડો કરી 3.30 લાખનું શંકાસ્પદ કેમિકલ જપ્ત કર્યું હતું આ સમયે સ્થળ પરથી હાજર નાગલી મળી આવેલ અને વાડી વાવેતર કરવા માટે રાખેલ વિશાલસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું. ઘટનાના દશેક દિવસ બાદ વિશાલસિંહ જાડેજાને સુરેન્દ્રનગર એસ.ઓ.જી ટીમે ઝડપી લઇ ધ્રાંગધ્રા પોલીસને સોંપતા આગળની તપાસ દરમિયાન આ કેમિકલ કાંડમાં પણ ધ્રાંગધ્રા શહેર ભાજપના પૂર્વ પ્રમુખનો પુત્ર યુવરાજસિંહ જાડેજા સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. એટલે કે જે શખ્સ પોલીસ ચોપડે ફરાર દર્શાવાયો હતો ખરેખર આ શખ્સ આરતી ધ્રાંગધ્રા વિસ્તારની હદમાં કેમિકલ ઉતારવાનો ધંધાઓ કરતો હતો જેના સામે સ્થાનિક પોલીસની પણ નિષ્ક્રિયતા નજરે પડે છે. જોકે હાલ તો યુવરાજ જાડેજા અગાઉ કેમિકલ કાંડમાં ફરાર હોવા સાથે વધુ એક વખત બીજા કેમિકલ કાંડમાં નામ સામે આવતા યુવરાજ જાડેજા સુધી કાનૂનના લાંબા હાથ ક્યારે પહોંચશે ? તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે.



