ભૂતપૂર્વ સરમુખત્યારનો પુત્ર ફર્ડિનાડ માર્કોસ જુનિયર રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યો
દુનિયામાં તાનાશાહીનો યુગ આથમી રહયો છે પરંતુ કેટલાક દેશોમાં તાનાશાહના પરીવાર હજુ રાજકારણમાં સક્રિય છે. આથી બદલાયેલા સંજોગોમાં પણ સત્તા મેળવે ત્યારે આશંકા કુશંકા જન્મવી સ્વભાવિક છે. આવું જ એશિયન દેશ ફિલિપાઇન્સમાં બન્યું છે. આ દેશનો ફેમસ રાજ પરીવાર એક વાર ફરી સત્તામાં પાછો ફરી રહયો છે. ફર્ડિનાડ માર્કોસ એક સમયે ફિલિપાઇન્સના તાનાશાહ હતા. તેમને આંદોલન કરીને ફિલિપાઇન્સની જનતાએ હટાવવા પડયા હતા. આ માર્કોસ પરિવાર પર ફિલિપાઇન્સની 5 અબજ ડોલરની સંપતિ લૂંટવાનો સંગીન આરોપ હતો. માનવ અધિકાર ભંગની પણ અનેક ઘટનાઓ બની હતી. 1989માં હવાઇ ખાતે તાનાશાહ ફર્ડિનાડ માર્કોસનું મુત્યુ થયું હતું. ફિલિપાઇન્સના ન્યાયતંત્રએ 9000થી વધુ નાગરિકોને બે અબજ ડોલરની મિલકત વેચવાનો આદેશ કરવો પડયો હતો. માકોર્સ પરીવારે 1991માં વિદેશથી પાછો ફરીને રાજકિય વિરાસત સંભાળવા રાજકિય અભિયાનોની શરુઆત કરી હતી.
ફિલિપાઇન્સમાં ફરી સત્તા પર આવ્યો માર્કોસ પરિવાર
